SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ત–શૈદ્રધ્યાનને ત્યાગ ૩૮૭ તું વીર થા અને બધી બાજી સુધારી લે. તારા જેવી હાલતમાંથી અનેક મનુષ્યએ ઉન્નતિ સાધી છે, તે હું કેમ ઉન્નતિ સાધી નહિ શકું? કેટલાક એમ માને છે કે “આવા વિચાર કરવાથી શું થાય ?” પણ વિચારેની અસર આપણું જીવન પર અવશ્ય થાય છે. જે વિચારે સારા હોય તે તેની અસર સારી થાય છે અને ખરાબ હોય તે ખરાબ થાય છે. તેથી જ કહેવાયું છે કે “યાદશી માલના ચચ, સિદ્ધિમતિ તાદશી” જેની જે પ્રકારની ભાવના–વિચરાધારા હેય, તેની તે પ્રમાણે સિદ્ધિ થાય છે. અમે સંક૯પસિદ્ધિ ગ્રંથમાં આ વસ્તુ અંગે ઘણું વિવેચન કરેલું છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જેવું. હવે ચારે ય પ્રકારના આર્તધ્યાનને કમશઃ વિચાર કરીએ. શેઠ અણગમતા મળ્યા, નેકર અણગમતે મળે, ઘર અણગમતું મળ્યું, પડેશ અણગમતે મળે, વસઆભૂષણ અણગમતાં મળ્યાં કે કેઈ અણગમતી વ્યક્તિએ નજીક આવી ધામા નાખ્યા, તે તે ક્યારે દૂર થાય ? એ વિચારમાં આત્મા ચડી જાય છે અને અકરમીનો પડિયે કાણે”. “જ્યાં જાય ઉકે ત્યાં સમુદ્ર સૂકે ” વગેરે ઉક્તિઓ યાદ કરી તે વિષાદ કે દુઃખને અનુભવ કરવા લાગે છે. તેને આપણે પ્રથમ પ્રકારનું અનિષ્ટ વસ્તુવિયેગ-આર્તધ્યાન સમજવું જોઈએ, કારણ કે તેમાં અનિષ્ટ વસ્તુને વિયેગ કેમ થાય ? તેનું ચિંતન સ્થિરતા પકડે છે. અહીં એમ વિચારવું ઘટે કે મનુષ્યને બધું પુણ્યાઈ પ્રમાણે મળે છે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy