SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતાં જ મહાન વિચાર, મિનાય. તેથી દૃષ્ટિ આત્મા ભણું રાખે ૩૨૯ ઉચારતાં જ મેઢાની ડાકલી ફાટી રહી તે શું કરશે ? વિચારે, બંધુઓ વિચારે! વિચારે, મિત્રે વિચારે ! કદી પાંચ-પંદર માણસ આવા શબ્દો ઉચ્ચારતા હોય, તેથી તમારે પણ ઉચ્ચારવાં, એ તે આંધળું અનુકરણ છે અને તેનું પરિણામ કદી પણ સારું આવી શકે જ નહિ. કેટલાક કહે છે કે “અમે ગૃહસ્થાવસ્થામાં છીએ તે ગૃહસ્થ તરીકેની ફરજ બજાવવી કે નહિ? જે અમે આત્મા અને અધ્યાત્મની વાર્તામાં અટવાઈ જઈએ તે એ ફરજો ચૂકી જઈએ અને અમારું ગૃહસ્થજીવન બગડે. એટલે અમે તે ન રહીએ ઘરના અને ન રહીએ ઘાટના, એવી સ્થિતિમાં આવી પડીએ. તેથી આ બાબતમાં અમારું દિલ વધતું નથી.” આ કથન અમે બરાબર સાંભળી લીધું છે. હવે તેને ઉત્તર સાંભળે. “દરેક ગૃહસ્થે પોતાની ફરજ બરાબર સમજી લેવી જોઈએ. આ ફરજોમાં કૌટુંબિક અને સામાજિક ફરજે ઉપરાંત ધાર્મિક અને રાષ્ટ્રીય ફરજોને પણ સમાવેશ થાય છે. જે મનુષ્ય માત્ર પિતાના કુટુંબ સામે જ દષ્ટિ રાખે છે અને સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય ફરજે તરફ ઉપેક્ષા સેવે છે, તેને ઘણું શેષવું પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ સ્થિતિમાં તે આગળ વધવાને બદલે પાછો પડે છે. કદાચ તે સામાજિક અને રાષ્ટ્રીય ફરજ બજાવે, પણ ધાર્મિક ફરજો ન બજાવે તે પણ તેની હાલત બૂરી થાય છે, કારણ
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy