SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય આજથી લગભગ દશ વર્ષ પહેલાં શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે આરાધના–વિષયક ઉચ્ચ કોટિનું મનનીય સાહિત્ય લખવાનો આરંભ કર્યો અને અમે તેને પ્રસિદ્ધિ આપતા ગયા. તેમાં પ્રથમ ‘નમસ્કાર-મંત્રસિદ્ધિ નામનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. જેની ત્રણ આવૃત્તિઓ પૂરી થઈ છે અને હાલ તે ગ્રંથ અપ્રાપ્ય બને છે. તે પછી “મહા પ્રાભાવિક ઉવસગ્ગહરં સ્તવ યાને જૈન મંત્રવાદની જયગાથા” નામનો ગ્રંથ બહાર પાડ્યો, જેની આજે બીજી આવૃત્તિ ચાલી રહી છે. તે પછી પ્રસિદ્ધ કરેલ હીંકાર કહપતરુ યાને જૈન ધર્મને દિવ્ય પ્રકાશ ગ્રંથ અપ્રાપ્ય બન્યો છે. ત્યાર પછી અનુક્રમે બહાર પાડેલ “ભક્તામરરહસ્ય. “શ્રી ઋષિમંડલ-આરાધના ” તથા “શ્રી પાર્થ પદ્માવતી આરાધને ' ગ્રંથની બીજી આવૃત્તિ ચાલી રહી છે. તે પછી ગત વર્ષે પ્રસિદ્ધ કરેલ “સિદ્ધિદાયક સિદ્ધચક” નામના બૃહદ મનનીય ગ્રંથની લગભગ પોણા ભાગની નકલે ખપી ગઈ છે. આ પરથી અમે પ્રસિદ્ધ કરેલ આરાધના-વિષયક સાહિત્યની લેકપ્રિયતા સમજી શકાશે. આ બધા ગ્રંથો આરાધના–વિષયક અનેક પ્રકારની માહિતીને રજૂ કરનારા છે, ઉપરાંત આરાધકને ગ્ય માર્ગદર્શન આપનારા પણ છે, એ દષ્ટિએ એનું ઘણું મહત્ત્વ છે. હજી તેની માંગ ચાલુ છે, પણ હવે અનેક કારણોસર તેની નવી આવૃત્તિઓ પ્રકટ કરવાનું બની શકે એમ નથી. ગત વર્ષે પંડિતશ્રીએ ઘણા ચિંતન, મનન અને અનુભવના નિચોડ ૨૫ “સામાયિક-વિજ્ઞાન” નામને મનનીય ગ્રંથ તૈયાર કર્યો, તેમાં સામાયિક જૈન ધર્મને પ્રાણ શા માટે ગણાય છે ? તેમાં ધાર્મિક, આધ્યાત્મિક અને યૌગિક તવાની ગૂંથણી કેવી રીતે થયેલી છે? વગેરે બાબતો શાસ્ત્ર પ્રમાણે અને દાખલા-દલીલે સાથે સુગમ શિલી અને સરલ ભાષામાં રજૂ કરવામાં આવી છે. ઉપરાંત લગભગ
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy