SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષને ત્યજો ૫૫ ચાળામાં નિપુણ હતી, તેથી ઘેાડા જ વખતમાં તેણે સુભટનુ દિલ જીતી લીધું અને સુભટ તેની જ આંખે જોવા લાગ્યા. કોઈ કવિએ ઠીક જ કહ્યુ છે કે— નારી મદન-તલાવડી, ખૂડચો સબ સંસાર; કાઢણહારા કે નહીં, કહાં કરું. પાકાર ? કુરંગી હૃદયની કૂડી હતી. દ્વેષ, ઇર્ષા, અભિમાન, અસત્ય, ચાડીચુગલી વગેરે અનેક દુર્ગુણાએ તેના અ તરમાં વાસ કર્યા હતા. વળી શિયળ વ્રત કે જે સ્ત્રીએના મુખ્ય અને સાચા રાણુગાર ગણાય છે, તેમાં પણ તે શિથિલ હતી, તેથી નવા નવા પુરુષોને જોઈ તેમની સાથે ક્રીડા કરવાને ઈચ્છતી હતી, પરંતુ સુરંગીની સતત હાજરીને લીધે તેની એ ઈચ્છા પારપડતી ન હતી. પરિણામે તેના હૃદયમાં સુરગી માટે ભયાનક દ્વેષ ઉત્પન્ન થયા અને તે એને ગમે ત્યારે ગમે તે રીતે ઉતારી પાડવા લાગી. પણ સુરંગી સમજી અને શાણી હતી, તેથી કુર`ગીએ કરેલાં સઘળાં અપમાનાને પૂર્વકર્મના ઉદય જાણીને શાંતિપૂર્વક ગળી જવા લાગી. લડવાનું ગમે તેવું કારણ આપવા છતાં સુરંગી જ્યારે શાંત રહી, ત્યારે કુરંગીએ ધણીના કાન ભ ંભેરવા માંડયા : 6 તમારી ખૂનીનાં લક્ષણા જરાયે સારાં નથી. જો તમને એની અધી વાતેા કરવા બેસુ તા તમને એમ જ લાગશે કે આ તે શાકચના ખારથી બોલે છે, પણ મારા હૃદયમાં તેવું ક ંઈ નથી. હું તો એને સગી બહેન જેવી જ ગણુ છું. પરંતુ તમારી લાજ–આબરૂને બટ્ટો લગાડે, તે મારાથી જોવાતું નથી. એ
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy