SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રી નારાણજીભાઈએ કપાસ ઉગાડનાર ભારતીય ખેડૂતોના હિતમાં : દશ વર્ષ સુધી લડત ચલાવી હતી. પરિણામે સરકારે રૂના સીલીંગ ભાવમાં ૨૫ ટકાને વધારે કરી આપે હતો અને બીજા વર્ષે પણ ૧૦૦ ટકાનો વધારો કર્યો હતો. તેઓ કૃષિપ્રેમી પણ છે, અને પોતાના વતનમાં ૩૦૦ એકર જેટલી જમીનમાં “મેમાયા ખેતીકેન્દ્ર” ચલાવી ઘણું માણસોને રોજી આપી રહ્યા છે. સને ૧૯૬૭ માં કચ્છ-ભદ્રેશ્વરમાં શ્રી અખિલ ભારત અચલ ગચ્છીય ચતુર્વિધ સંઘ સંમેલન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે એ સંમેલનનું કાર્ય કુશલતાથી પાર પાડયું અને આજ સુધી એ સ્થાને રહીને અનેક પ્રકારે સેવા કરી છે. ભગવાન મહાવીરની ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવની મુંબઈ ખાતે શાનદાર ઉજવણી થઈ એ વખતે તેમણે જે હિંમ્મત, દીર્ધદષ્ટિ અને કચ્છી જૈન સમાજ પરના પ્રભુત્વને પરિચય કરાવ્યો, તે લાંબા સમય સુધી ભૂલાશે નહિ. તેઓ બે પુત્ર અને ત્રણ પુત્રીઓના વહાલસોયા પિતા છે. તેમનાં ધર્મપત્ની શ્રી નિર્મલાબહેન એક આદર્શ ગૃહિણું છે. ' શ્રી નારાણજીભાઈ અમારા સાહિત્યના અનન્ય પ્રેમી હોઈ સને ૧૯૭૧ માં અમે તેમને “ભક્તામર-રહસ્ય” ગ્રંથ કેસ મેદાનમાં જાયેલ ભવ્ય સમારોહમાં અર્પણ કર્યો હતો. આજે તેઓ સામાયિકવિજ્ઞાન–સમર્પણ–સમારોહમાં અતિથિવિશેષ તરીકે પધારી રહ્યા છે, તેને અમને ખૂબ જ આનંદ છે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy