________________
સામાયિક-સારભૂત સુંદર કિયા
પ્રશ્ન–રેજ સામાયિક કરવા જેટલે સમય ન હોય તે?
ઉત્તર-સમય તે મેળવ્યો મેળવાય છે. જે વહેલા ઉઠવાની ટેવ પાડીએ અને સમયને કરકસરભર્યો ઉપયોગ કરીએ તો રેજ એક નહિ, પણ બે કે ત્રણ સામાયિક જેટલો સમય જરૂર મળી રહે. મૂળ વાત એ છે કે સામાયિક કરવાની પ્રબલ ભાવના જોઈએ. ભાવના હોય તે બધું બરાબર ગોઠવાઈ જાય છે.
પ્રશ્ન-ચોવીશ કલાકમાં કેટલાં સામાયિકે કરી શકાય ?
ઉત્તર-જેટલાં ધારીએ તેટલાં. જ્યારે એમ લાગે કે હવે શિરીર અને મન સ્વસ્થ નહિ રહે, ત્યારે સામાયિક કરવાનું છેડી દેવું જોઈએ. એક સાથે ત્રણ સામાયિકે કરી શકાય છે, પછી તેને પારીને પાછું સામાયિક લઈ શકાય છે અને એ રીતે તેની સંખ્યા આગળ વધારી શકાય છે.