SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સમારોહના અધ્યક્ષ શ્રીમાનું દીપચંદ એસ. ગાડી આપબળે આગળ વધી સમાજમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન પ્રાપ્ત કરનાર તથા સાત્વિક ભાવના અને સેવાપરાયણતાથી જીવનને અને આપ આપનાર શ્રીમાન દીપચંદ ગાડી આજે જૈન સમાજને સુપરિન્ટ ચિત છે. પિતા સવરાજભાઈ, માતા કપૂરબહેન, મૂળ વતન સૌરાષ્ટ્રપડધરી. ચાર વર્ષની વયે પિતાની છત્રછાયા દર થતાં વિષમ સંયોગ ઉત્પન્ન થયા, પરંતુ ધૈર્યથી તેમનો સામનો કરીને તેઓ આગળ વધ્યા. અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ પડધરીમાં જ કર્યો. વાંકાનેર હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા અને ત્યાર બાદ ભાવનગર શામળદાસ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કરી મુંબઈ આવ્યા. અહીં થોડો વખત મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને અને ત્યાર પછી સ્વતંત્ર કમાણી કરવા પૂર્વક બી. એસસી. થયા. તે પછી કાયદાનો અભ્યાસ કરી એલ.એલ.બી. થયા અને સોલીસીટર્સના આર્ટિકલ્સ પૂરા કરી મુંબઈમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ કરવા લાગ્યા, તેમ જ અનેક કંપનીઓના સલાહકાર બન્યા. સને ૧૯૬૧ માં તેઓ ઇંગ્લેંડ જઈ બાર-એટ-લે થઈ આવ્યા. પરંતુ આ અરસામાં તેમનું ધ્યાન જમીન તરફ દોરાયું અને ધીમે ધીમે તેના નિષ્ણાત બની તેના વ્યવસાયમાં પડ્યા. તેમને આ વ્યવસાય આજ પર્યત ચાલુ છે અને તેણે તેમને લક્ષ્મીનંદનની કેટિમાં મૂક્યા છે. તેમનાં પ્રથમ પત્ની શ્રી અમિણી બહેનથી તેમને શ્રી રમિકાન્ત તથા શ્રી હસમુખલાલ નામના બે પુત્રરત્નો સાંપડ્યાં છે, જેમાંના પ્રથમ ડોકટર તરીકે અને બીજા એડવોકેટ તરીકે ઈંડમાં પ્રેકટીસ કરે છે. તેમના બીજા પત્ની શ્રી વિદ્યાબહેન બી. એ., એલ. એલ. બી., બી. ઈ. ડી, બાર-એટ-લે છે અને કેળવણીના ક્ષેત્રમાં ઊંડે રસ લઈ રહેલ છે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy