________________
૭૮
કવનાશેઠનું સૌભાગ્ય
પડી ગઈ હોય છે. હાલતાંને ચાલતાં પ્રપંચ. વ્યાપારના પ્રપંચને તે લોકે કુનેહ કહે છે. રાજા મહારાજાઓ રાજદવારી પ્રપંચને રાજનીતિ કહે છે. તે સામાન્ય વર્ગ અંદરઅંદરના ઝમડામાં પ્રપંચથી છતીને તેને પિતાની હોશિયારીનું રૂપ આપે છે. એકંદરે એ બધા પ્રપંચજ છે. નામ બદલવાથી કાયદાને કે માનવીને છેતરી શકાય છે, પણ પરમાત્માને નહિ.
તું જાણે છે કે આ લક્ષ્મી મેં મેળવી છે. તું છે એટલે તેની ભોકતા તું બની છે. પણ જો તું ન હોત તો તે કેના હાથમાં જાત? બીજાનાજ ને? એટલે બીજાના માટે જ મેં આ લક્ષ્મી લેકનાં જીવન વેડફી નાંખીને, મને લક્ષ્મી આપનારના કુટુંબમાં આગ લગાડીને, અને અહીં આવનારાઓની પત્નીઓને તેમના પતિઓથી દુભવીને ભેગી કરી છે, એમ ન કહેવાય ? આવાં કનિષ્ટ પાપો મેં બીજાને માટે જ કર્યા કહેવાય ને?
બીજાના માટે આપણું હાથે પાપ કરીને જીવનનું કયું ધ્યેય સધાય છે ? આપણા નાના પેટ માટે મૂડીભર અનાજ જોઈએ; સુવા માટે સાત હાથનો સાથ જોઈએ અને પહેરવા માટે શરીર ઢંકાઈ રહે તેટલાં વસ્ત્રો જોઈએ. માણસ આટલી નજીવી જરૂરીયાત માટે કેટલું બધું અસત્ય ભાષણ કરે છે, કેટલાં બધાં પ્રપંચો રચે છે, ને કેટલા બધા લોકેના આત્મા દુભવે છે ! આ જગતમાં ચાલી રહેલી સુમન જૂની આ એક્ર ઘટમાળ છે. તેમાં કેદ સમયે ઓટ આવે છે, તે કઈ સમયે ભરતી આવે છે.
બહેન, મારી એક શીખામણ ધ્યાનમાં રાખજે. તારી પાસે પુષ્કળ ધન છે. રહેવા માટે આલીશાન મકાન છે. વોનો તને તેટો નથી. એટલે જે આપણા આંગણે જાતે થઈને ચાલી આવેલે કૃતપુણ્ય કુમાર પોતાના મનથી તારી સાથે લગ્ન કરીને અહીં રહેવાની સંમતિ આપે તો આ પ્રસંગ ચૂકીય નહિ. તે હેશિયાર છે. તને કુલની પેઠે સાચવે તેવો છે. તે જાતે થઇને આવ્યો છે એટલે તારે