________________
કર
યવન્નાશેઠનું સૌભાગ્ય તમારૂં કોમળ હૈયું વીંધાય છે. તમારી ઇચ્છા વિરૂદ્ધ તમને કંઈ પણ કહેવું એ યોગ્ય નથી, એ પણ મારી જાણ બહાર નથી. છતાં આવા મોહમય કાર્યમાં પડતાં તમને અટકાવવાની ભાવના મને શા માટે થાય છે, તે હું પોતેજ સમજી શકતી નથી. મારી પરિવારીકાઓ મારફતે મેં ઘણી વખત સાંભળ્યું હતું કે, “કૃતપુણ્ય નામને કે યુવક અવારનવાર રસ્તાઓમાં કે એકાન્ત સ્થળે નાનાં નાનાં ટોળાંઓને સદ્દઉપદેશ આપતો હોય છે. કુમાર, આજે હું મને પોતાને ધન્ય માનું છું કે, તમારા પ્રત્યક્ષ પરિચયનો મને લાભ મળ્યો.” મલિકાએ એકાએક પોતાના બધા વિચારને ફેરવી નાંખીને કૃતપુને કહ્યું પુણ્યના ચહેરા પરથી તે જોઈ શકી હતી કે, પોતાના શબ્દો તેને ક્રોધીષ્ટ બનાવી રહ્યા છે.
મલિકાના શબ્દોમાં એકાએક ફરક થયેલો જોઇને કૃતપુણ્ય ક્ થઈ ગયો. પોતાના ભાષણને એકાએક પલટો આપવો એ નાનીસૂની વાત ન કહેવાય.
મલ્લિકા કોઈ કોઈ વાર પિતાની દાસીઓ દ્વારા નગરની માહિતી મેળવવાનો પ્રયાસ કરતી.
દાસ દાસીઓની ચાલાકી જગમશહૂર છે. દાસીઓ દ્વારા રાણીવાસની ખટપટ ચાલતી હોય છે. દાસીઓ, માલણ, નતિકાઓ અને ગણિકાઓ દ્વારા શત્રુ પક્ષની માહિતી મેળવવાની રાજાઓની પધ્ધતિ–ચાલાકી છુપી નથી.
કતપુણ્યની કેટલીક માહિતી દાસીઓ દ્વારા મલિકાને મળી ચૂકી હતી. તે કતપુણ્યને આંતરિક વંદન કરતી. જે આવા યુવકો રસ્તે રસ્તે, ઘેરઘેર, ગામેગામ અને દેશદેશ જઈને અહિંસા અને સત્યની ઘોષણા ગજવતા થાય, તો હિંસા અને અસત્ય આપોઆપ નાશ પામી જાય, એવા એ વિચાર કર્યા કરતી.
તે જ કારણે તે કૃતપુર્ણને પાપની ગર્તામાં પડતો અટકાવવાની કોશિષ કરતી હતી. પણ જ્યારે તેણે જોયું કે, કૃપુષ્ય માટે તેમ