________________
નવા પંથ
१७
મલીકાનું મકાન તો પ્રસિદ્ધ જ હતું. તે કેટલીયે વાર તેના મિત્રોની સાથે ત્યાંથી પસાર થયો હતો. તે મકાનની વિશિષ્ટતા એ હતી કે, જયારે મલીકા ઘરમાં હોય ત્યારે તેના પર એક નાની દવા ફરકયા કરતી, ને તે બહાર ગઈ હોય ત્યારે તે વ્રજાને નીચે નમાવી દેવામાં આવતી.
કૃતપુણ્ય તે મકાન પાસે આવ્યો. તેણે મકાનની ટોચ પર નજર કરી તે નાની, નાજુક વજા પવનની સાથે ગેલ કરી રહી હતી. તે કઈ પણ જાતના ડર સિવાય, વિના સંકોચે ઉપર થયે, તેને અચકાયા સિવાય જતો જેને પહેરા પર હાજર રહેલા માણસે કે નહી. એક ખંડના દરવાજા પાસે બહારની બાજુયે એક દેસી બેઠી હતી. કુતપુર્વે તેને પ્રશ્ન કર્યો
બાઈસાહેબ અંદર છે?”
હા છે. સામેના ખંડમાં બિરાજ્ય છે.દાસીએ નમ્રતાથી જવાબ આપે. કુતપુર્ણને રજવાડી વાતાવરણ ભાસ્યું,
તે સામેના ખંડના દરવાજામાં જઈને ઊભો. તેણે જોયું કે ખંડમાં ત્રણ સ્ત્રીઓ બેઠા છે. એક પ્રોઢ-વૃધ્ધા જેવી દેખાય છે. બીજી બે જવાન છે. બંનેમાં આઠ દશ વરસનું અંતર હોય, એમ એને લાગ્યું. તે થોડો સમય એમને એમ ઊભો રહ્યો. ત્રણે સ્ત્રીઓ વાતચીત અને વિચારમાં મચ્છલ હતી.
અચાનક નાનીની દષ્ટિ પ્રવેશ દ્વાર પર પડી. તે કંઈક બોલી રહી હતી.
પ્રવેશ દ્વારમાં એક સુંદર યુવાનને શોભેલો જેને આગળ બોલતી અટકી ગઈ.
નાનીને પૂર્ણિમાના ચદ્ર જેવો શાંત ચહેરે જેને કૃતપુણ્ય દરવાજામાં ઊભો ઊભો જ ડરી ગયો.