________________
કાવનારોઠનું સૌભાગ્ય એ વિજેતા માણસ લાખે, કડેમાંથી એકજ મળી આવે છે, કેટલીયે વર્ષે એકાદજ જડી આવે છે.
જગત તેને નમે છે, વદે છે, ને તેનાં યશોગાન ગાય છે. તેનું જીવન પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે.
તેમાં પણ ઉદયની ક્ષણોની આવશ્યકતા હોય છે. જેનાં કર્મો ભોગવવાના બાકી હૈય, તેની ઉન્નતિની ક્ષણો પણ દૂર હેય.
કુતપુય સમજી હતો. તે ઉન્નતિના માર્ગે વહી રહયો હતો. છતાં તેને ભોગવવાનાં કર્મો બાકી હોય, તેમ તેના પતનની ક્ષણો આવી લાગી. તેને મલ્લિકા પ્રત્યે મોહ જાગે. તેના ચહેરા પરનાં ચિન્હામાં ફરક પડી ગયો. રાત્રે થોડા સમય પત્નિની સાથે વાતમાં વિતાવ્યું. નિર્દોષ પત્નીને પતિ વિષે જુદા વિચારે કરવાનું કારણ નહતું.
પત્ની નિદ્રાદેવીને ખાળે પડી. કૃતપુણ્ય વિચારે ચડે.
કેવુ સુંદર રૂપ ! અહા, મલિકા, તને ઘડવામાં બ્રહ્માએ કેટલે સમય બરબાદ કર્યો હશે ! સુમધુર શરદ ઋતુના ચંદ્ર જેવું તારું મુખ કાના જીવનમાં પલટો ન લાવે ! તારા માછલી જેવા નેત્રોમાંથી ઝરતું અમૃત ચૂસવારે પીવાને કણ તૈયાર ન થાય ! તારા કંચન જેવા દેહમાંથી ઝરતું લલિત લાવણ્ય કોને ન આણે ! કુમળી કુંપળ જેવા તારા હેઠ, કમળની દાંડી જેવા તારા હાથ, ચંપાની કળીઓ સમી તારી નાજુફ આંગળીયો, ને મોતીની માળા જેવી તારી દાંતની પકિતઓઃ ખરેખર. તારા સૌદર્યની પ્રશંસા કરવાને પણ કાણુ શકિતમાન હેય !
યોવનના ઝૂલે ઝૂલતી તારા જેવી સોંદર્ય પ્રતિ માં હજી સુધી કુમારિકા હોય, એ આશ્ચર્ય ન કહેવાય? વિલાસી વાતાવરણમાં રહેનારી અને લક્ષ્મીની છોળોમાં વિહરનારી તારા જેવી રાજનતિકા પિતાના મન પર આવો મજબૂત કાબુ રાખી શકે, ને સ્વેચ્છાએ સંયમ પાળી રાકે, એતો તારા જીવનથી જ જાણ્યું. એક ગણિકાની