________________
૩૪
યવન્નાશેઠનું સૌભાગ્ય
૫ણુ મહારાજા તે અધિરા બનતા ચાહયા હતા. જેમ જેમ તપાસ કરવા ગયેલા માણસને વધુ દિવસ લાગતા ગયા તેમ તેમ તેમને ચેટકરાજના કુટુંબના સમાચાર મેળવવાની તીવ્ર ઇચ્છા થતી ગઈ.
ગમે તેમ તે પણ તે મહારાજા. રાજાનો અભિલાષા એટલે હુકમજ માની લે.
એક દિવસે તેમને ઇચ્છા થઈ આવી, ને તરત જ એક પતિની સાથે વૈશાલી તરફ ગમન કરી ગયાં. લોકો કહે છે કે સાથે જનાર વ્યકિતનું નામ નાથસારથિ હતું. જે તે વાત ખરી હોય, તે મહારાજા વૈશાલીમાં નિર્ભયપણે હરીફરી શકે. પણ મહારાજા તે કહે છે કે, * મારી સાથે નાથસારથિ નહોતા.'
નાગસારથિ એટલે સહસ્ત્ર ચોહાઓને એકજ દેહ, તેણે કેટલાય યુદ્ધો જોયાં હતાં ને ખેલ્યાં હતાં. તેના દેહ પર કેટલાયે ધા પડયા હતા. વય થઈ ગયું હોવા છતાં સકિત તો જેવીને તેવી જ હતી. બત્રીસ વીર પુત્રોને તે શર વીર પિતા, સતી સુસાને પ્રેમાળ પતિ.
મહારાજ તે વૈશાલીમ ગુપ્તપણે રહેવા લાગ્યા, તેમની જોડીદાર વૈશાલીનો જાણકાર હતા. રસ્તાઓ અને શેરીએ તો તેને પગ નીચે ઘસાઈ ગઈ હોય એમ લાગતું હતું. ગુપ્ત દરવાજાઓ અને જંગલો તો તે આંખ મીંચીને વટાવી જતે, એમ લેકે કહે છે.
એક વખતે એષિના વેશમાં નગરનું નિરીક્ષણ કરવા નિકળેલા મહારાજા પર કેઇ એક લાવણ્યમયીની દષ્ટિ પડી. મહારાજાને તે તે વિષે ખબર પણ નહોતી. મહારાજા તે તેમના જોડીદાર સાથે આગળ ચાલ્યા જતા હતા. અચાનક એક દાસી જેવી દેખાતી સ્ત્રો તે આગળ આવીને નમ્રસ્વરે બોલી. “ શ્રેષ્ઠિવર્ય, આપને મારાં બાઈ સાહેબ બોલાવે છે. ”
મહારાજા તો આશ્ચર્ય મુગ્ધ બની ગયા. અચાનક આ શું ! આ દાસી શું ! બાઈ સાહેબ શું ! અજાણ્યા શ્રેષ્ઠિવર્યને આમંત્રણ શું! મહારાજાએ પ્રશ્ન કર્યો, “કેણ બાઈ સાહેબ