________________
મને મેહ રહ્યો નથી
૨૩ પિતે સર્વ કળામાં પારંગત બન્યા પછી નાની બહેનને તૈયાર કરવા લાગી. અનંગસેના પણ રૂપમાં ઊતરે તેવી નહોતી. તેની નમણી કાયા તરત વળાંક લેતી થઈ ગઈ. તેની મગજ શકિત સારી હોવાથી થોડા જ સમયમાં તે તૈયાર થઈ ગઈ.
| સર્વ કળામાં તૈયાર થયેલી મલ્લિકા અનેક સ્થળે નૃત્યો માટે જવા લાગી. નયનો વડે નચાવીને શ્રીમંતને મૂર્ખ બનાવવા લાગી, અને તેમ કરી તેમની લક્ષ્મી પડાવી લેવા લાગી. અને એટલું કરવા છતાં, તેણે હશુધી કાઈને પિતાને દેહ અર્યો નહોતો.
તેના ચરણમાં ધનના ઢગના ઢગ આવી પડવા લાગ્યા હતા. હીરા માણેકની છોળો ઊડવા લાગી હતી. વગર દેહવિક્રયે તે કેટયાધિપતિ બની ગઈ હતી. પુત્રીની આવક જોઈને માતા હર્ષઘેલી બની ગઈ હતી,
માતાની સવહીન કાયા જોઈને મહિલાને દેહ સુખ પ્રત્યે તિરસ્કાર આવ્યા હતા. લગ્ન ન કરવાને અગર એકને પણ પોતાને દેહ ન અપવાને તેણે દૃઢ નિર્ણય કર્યો. તેને તે નિર્ણય કાયમ રહ્યો હતો.
ધીમે ધીમે તેને સંસાર પરથી મોહ ઓછો થતે ચાલ્યા. અચાનક ઉત્સવ વખતે પ્રેક્ષકેની કામાતુર આંખે જોઈને તેણે સંસાર ત્યાગવાને નિશ્ચય કર્યો. સમય જોઈને તેણે પોતાની માતા આગળ વાત કાઢી. માતા તેને તેમ ન કરવાનું સમજાવી રહી હતી.
“આટલી નાની વયે તને આવી ઘેલછા થી લાગી છે, બહેન ! " માતા બેલી.
માતાહવે હું કયાં નાની છું ! મારું પણ વય થયું છે. બહેનને મેં તૈયાર કરી છે. અનંગસેના મારાથી ઊતરે તેમ નથી. તમને મારી ખોટ નહિ સાલવા દે." મહિલકા બોલી.
મોટી બહેન, તને આવી ગાંડી ગડી વાતો કરવી કેમ ગમે છે ?” અનંગસેનાએ કહયું.
“બહેન, હવે મારે બજે તારે ઉપાડી લેવું જોઈએ ને!