________________
૨૬૮
કયવનાશેઠનું સૌભાગ્ય
પતિને ઘણા વરસે મળતાં શું બોલી શકશે? પતિ કલ્યાણુને જોઈને કેવા આનંદિત થશે ! કલ્યાણ પિતાના પિતાને મળશે એટલે તેના હૃદયમાં કેટલો બધે હર્ષ વ્યાપી જશે? બાર વરસે પાછા આવતા પતિનું આરોગ્ય કેવું હશે ! તેમણે કેટલો બધે પરિશ્રમ વે હશે !
વગેરે પ્રકારના વિચારોમાંને વિચારમાં તે વણઝારના પડાવની પાસે જઈ પહોંચી.
પણ આ શું!
જે ખાટલો, ગોદડી, વસ્ત્રો અને ઓઢવાનું તેણે પતિના જવાના દિવસે જોયાં હતાં, તેજ ખાટલે, ગોદડી, વસ્ત્રો અને ઓઢવાનું આજે પણ તે જ જગાયે અને તે જ સ્થિતિમાં જોવામાં આવતાં હતાં. અને પતિ હજી પણ ખાટલા પર સૂઈ રહ્યો હતો.
પતિનું શરીર આરોગ્યની દૃષ્ટિએ તો તેને ઠીક લાગ્યું. કલ્યાણને સંબોધીને તે બોલી: “બેટા ! આ સામે દેખાય છે, તેજ તારા પિતા.”
અને ક૯યાણને લઈને તે ખાટલા પાસે ગઈ.
તપુર્ણ ખાટલામાં પડ્યો પડયો જાગતો હતો. તેણે એક સ્ત્રીને અને બાર વરસના છોકરાને પોતાની પાસે આવેલાં જોયાં. કન્યાને ઓળખતાં તેને વાર લાગી નહિ. “પણ આ છોકરી કેશુ હશે!” તેને વિચાર આવ્યો.
એટલામાં કલ્યાણે તેના પિતાને પ્રણામ કરતાં કહ્યું. “પ્રણામ, પિતાજી!”
કુતપુર્ણય તરતજ ખાટલામાં બેઠે થઈ ગયે, ને ધાને બેધીને બોલ્યોઃ
“ધન્યા.......”
તેના બોલવાનો અર્થ સમજી જઈને ધન્યા બોલીઃ “આપને પુત્ર કલ્યાણ
“એમ. બહુ મોટો થઈ ગયો !”