________________
પ્રકરણ ૩૬ મું બાજી સકેલવાની શરૂઆત કૃતપુણ્યને આખો ખંડ બાળકોના કિલકિલાટથી ગઈ રહ્યો હતો. કેવળ ચાર સ્ત્રીઓના સહવાસથી કંટાળેલા કૃતપુણ્ય બાળકના આનંદથી ઉત્સાહિત રહેવા લાગ્યો. તેને સમય આનંદમાં વીતવા લાગ્યો.
તેની ચારે સ્ત્રીઓએ એક એક પુત્રને જન્મ આપ્યો હતો. ચારે બાળકે લગભગ પાંચ છ વરસના થયા હતા. તેમને કુતપુણ્ય સારી રીતે કેળવી રહ્યો હતો. શિક્ષણ આપવાની સારી પધ્ધતિથી ચારે પુત્રો તેની પાસે આનંદથી શિક્ષણ લઈ રહ્યા હતા. ચારેય માતાઓ હળીમળીને રહેતી અને પિતાના સિવાયના બીજા પુત્ર પિતાના નથી એવી ભાવનાને તિલાંજલી આપીને દરેક પ્રત્યે સમભાવથી જેતી.
કૃતપુણ્યને આ મકાનમાં આવ્યા પછી મુનિમજીએ અગમચેતી વાપરી હતી. શેઠ બહારગામ ગયા છે એમ જાહેર કર્યા પછી લગભગ બે માસે તેમણે જાહેર કર્યું હતું, કે “શેઠ પરદેશમાં લાંબો સમય રહેવાના હોવાથી તેમની ચારેય સ્ત્રીઓ ત્યાં ગઈ છે. પણ સાથે સાથે એટલી પણ ખાસ સાવચેતી રાખવામાં આવી હતી, કે બને એટલે આ વાતનો પ્રચાર ઓછો કરે ખાસ કારણ હોય તો જ એ વાત જાહેર કરવી,
લગભગ પંદર દિવસથી મુનિમજી અને કૃતપુણ્યના કહેવાતી માતા મંત્રણા ચલાવી રહ્યા હતાં. જે ઉદેશથી કુતપુર્ણને ઉપાડી લાવવામાં આવ્યો હતો અને શેઠ બહારગામ ગયા છે, એ વાત પ્રકટ