________________
કાવનાનું સોભાગ્ય. . " કંઇ વાંધો નહિ. ભૂલ તો દરેક માનવીની થાય છે. હં... તમે શું લાવ્યા છો?"
મારી પાસે આ રત્નકંબળો છે. મારી આટલી જીંદગીમાં મેં આટલું જ બનાવ્યું છે.”
રની કિંમત શી છે?” દરેકની કિંમત સવા લક્ષ સુવર્ણ મુદ્રા છે." " છે તમારી પાસે કેટલી રત્નકંબળે છે?” • સોળ નંગ છે, માતાજી!” “મારે તે બત્રીસ નંગ જોઈએ, ભાઈ!”
શેઠાણીના શબ્દો સાંભળીને જાણે પોતે તે માનવાને તૈયાર ન હોય તેમ તે અવાક બની ગયો. તેને મૌન રહેલો જોઇને શેઠાણી આગળ બેલ્યિાં.
“મારા પુત્રને બત્રીસ સ્ત્રીઓ છે, ભાઈ! એટલે મારે બત્રીસ નં જોઇએ. તમારી પાસેથી વધુ નહિં મળી શકે
“અશક્ય છે, માતાજી.”
ભલે. ચંપા. દાસીને ઉદેશીને શેઠાણ બેયાં. આ સાળ નંગને વચ્ચેથી ફાડીને તેનાં બત્રીસ નંગ બનાવ, અને તેનો એક એક ટુકડે દરેક વહુને વહેંચી આપે. તેમને એક એક દિવસ પગ લૂછવાના કામમાં આવશે.”
- “ આપ આ શું બોલે છે, માતાજી!” ચિત્રવત બની જતાં પરદેશી બોલી ઊઠયો. “ આ રત્નકંબળના ટુકડા કરવા ઇચ્છો છો ?”
“મારે બધી સ્ત્રીઓ સરખી છે. બધી સ્ત્રીઓને સરખા ભાગે વહેચી આપવા માટે જે ટુકડા ન કરે તે કેમ ચાલે?” જાણે સાધારણ વાત કરતાં હોય એમ શેઠાણી બોલ્યાં.
પણ મારી આજ સુધીની આખી જીંદગી તેમાં બરબાદ કરી છે.” પરદેશી કપાતા દિલે બોલે.
“તમને તે પૂરી કિંમત આપવામાં આવશે, મારા નહિ