________________
પ્રકરણ ૩૪ મું
વીર સાળો બનેવી બીજે દિવસે સાંજે ચોપાટ અને સંગીતની મઝા બંધ રાખવામાં આવી. કૃતપણે વાત કહેવાનું સૂચન કરતાં જ અભયાએ નગરમાં બનેલી નવીનતા કહેવી શરૂ કરી.
આઠેક દિવસ થયા. એક પરદેશી પોતાનો માલ વેચવા. માટે અહીં આવ્યો હતો. તેની પાસે હતી રત્ન કંબળે. તેની કીમત એટલી બધી હતી, કે નગરમાં કોઈએ ખરીદવાની હીંમત કરી નહિ. છેવટે તે રાજદરબારે ગયો. ત્યાં પણ તેને નિષ્ફળતા જ પ્રાપ્ત થઈ. અને તે નિરાશ થઈને તે નગર છોડીને જવા તૈયાર થયો. જ્યારે તે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક સ્ત્રી મળી. તે સ્ત્રીએ પરદેશીના ચહેરા પર નિરાશાના ભાવ જોતાં પ્રશ્ન કર્યો.
કેમ ભાઈ આમ નિરાશ થઈને નગર ત્યાગી રહ્યા છે?”
શું કરૂં બહેન,” પરદેશી જવાબ આપતાં બોલ્યો. “ બહુ મોટી આશાએ રાજગૃહિમાં આવ્યું હતું. નગરની ખ્યાતિ ચારેબાજુ પ્રસરેલી હોવાથી અહીં આવવાનું યોગ્ય ધાર્યું હતું. પણ મારી ધારણામાં હું નિષ્ફળ નીવાયો.”
“શું થયું તે કહે.”
“શું થાય, બહેન ! નિરાશાભર્યા સ્વરે પરદેશી કહેવા લાગ્યા. “ આ માલ વેચવા માટે હું બહુ મોટી આશાએ આવ્યો હતો, પણ નગરમાં તેને ખરીદનાર કાઈજ નીકળ્યો નહિ. થાકીને રાજ