________________
ધન્યા માતા બની
૨૩૯
તો કપરા પ્રસંગોમાં જ થાય છે.”
“હું બધું સમજુ છું, બહેન ! ” મનને કાબુમાં લેતી ધન્યા બોલી. “ પણ માણસ જેટલો ધારે તેટલે સંયમ મન પર રાખી શકતો નથી. દુઃખમાં હિંમત રાખવી જોઈએ, એમ કહેનાર માણસ
જ્યારે પિતાના પર ખરેખર દુઃખ આવી પડે છે ત્યારે તે પોતે પણ હિંમત હારી જાય છે. ઉપદેશની વ્યાખ્યાઓને દરેક માણસ પોતાના જીવનમાં ઉતારી શકતા નથી.”
“ તમે આવી વાતોમાં મન ન પડે, બહેન ! ” પરિમલ એલી. “ અતિ વિચારો માણસને મૂઢ બનાવી નાખે છે. માટે બધી વાતો પડતી મૂકીને મારું કહ્યું માની જાવ અને પંદર દિવસ વધુ અહીં રોકાઈ જાવ.”
પરિમલના શબ્દો સાંભળીને ધન્યા કંઈ પણ બોલી શકી નહિ. તે પોતે જાણતી હતી કે, ઘેર ગયા પછી પોતે કંઈજ કામ કરી શકે તેમ નથી. બાળકને સંભાળ પણ મુશ્કેલ થઈ જાય તેમ છે. પરિમલને ત્યાં રહેવામાં તેને પોતાને વાંધા જેવું પણ લાગતું નહોતું પોતાને ઘેર જવાની ઉતાવળ તે એટલા જ માટે કરતી હતી કે, પરિમલની સાસુ બિમાર હતી. તેની બિમારીમાં પરિમલના શિરે કામનો બોજો વધી પડયો હતો. અને તેવા સંજોગોમાં તે સમજીને અહીંથી પિતાના ઘેર જવું જોઈએ, એમ એને લાગતું હતું.
તે પછી બંને વચ્ચે ઘણી રકઝક થઈ, અને પરિણામે એમ નકકી કરવામાં આવ્યું કે હજી આઠેક દિવસ ધન્યાએ પરિમલને ત્યાં રહેવું. તે અરસામાં જ તેની તબીયત સુધરી જાય તો પમિલે તેને વધુ રોકવાનો આગ્રહ ન કરવો. પણ આઠ દિવસના ગાળામાં જે તેની તબિયત સુધરે નહિ અને આવીને આવી જ રહે તે બીજા આઠ દિવસ તેણે વધુ રોકાઈ જવું.