________________
૨૩૨
કયવન્નાશેઠનું સૌભાગ્ય
-
આગળ ઝાંખા લાગવા લાગ્યાં હતાં. તેણે પોતાના મનને ઠપકો આપતાં કહ્યું, “હે મૂખ ! જાતમાં આવી શ્રેષ્ઠ સાહેબી પડી હોવા છતાં તું શું જોઇને એક નર્તિકાના મોહમાં અંધ બન્યું હતું.
ચાર સ્ત્રીઓ અને રૂપવતીની બોલચાલ પરથી અને અત્યાર સુધીના કાર્યથી તે એટલું તો ખાત્રીપૂર્વક માની શકયો હતો કે પોતે આ જગત પરજ છે. હવે એટલું નકકી કરવાનું બાકી હતું કે પોતે કયાં અને કોને ત્યાં છે !
જે ખંડમાં તે બેઠો હતો. તે ખંડમાં પણ બારીઓ નહતી. પરંતુ બે જગાએ ત્યાં એવી રીતે બનાવવામાં આવી હતી કે, જ્યારે ઇચ્છા થાય ત્યારે ત્યાંથી બહારની ખુલ્લી હવા મેળવી શકાય. અને બહાર દષ્ટિ કરી શકાય, પણ દષ્ટિએ આકાશ સિવાય કંઈ પણ પડી શકે તેમ નહોતું. તેની ગોઠવણી જ એવા પ્રકારની હતી કે આકાશ સિવાય તેની નજરે બીજું કંઈ જ ન પડે.
કૃતપુર્ણ સમયને અનુસરીને ચારે સ્ત્રીઓના વર્તાલાપમાં ભળી ગયો. કેટલોક સમય ત્યાં વાર્તાલાપમાં અને આનંદોહાસમાં પસાર થઈ ગયો. તે પછી બધા ભોજનખંડમાં ગયાં. તે ખંડમાં એક સુંદર બાજોઠ મૂકવામાં આવ્યો હતો. બાજુમાં હાથ દેવા માટે પાત્ર રાખવામાં આવ્યું હતું. વિનોદિનાએ તે પાત્રમાં તેના હાથ ધોવરાવ્યા અને રૂમાલ આપીને હાથ લુછાવ્યા.
તે બાજઠ પર જમવા માટે બેઠે એટલે કમલિનીએ તેને પંખો નખ શરૂ કર્યો. જ્યોત્સના, વિનોદિની અને અભયા તેને જમાડવામાં અને આનંદી વાતાવરણ ઊભું કરવામાં ગુંથાવાં. કહેવાતી બત્રીસે વાનીઓ તેના વાળમાં પીરસવામાં આવી હતી. બાજુમાં અગરબત્તો જલતી હોવાથી હવા ખુશનુમા બની હતી.
જમી રહ્યા પછી હાથ લૂછીને તે, ત્સના અને કમલિની પાછા બેઠક ખંડમાં યાં. ત્યાં તેને સોનેરી વરખનું સુવાસિત પાન ખાવા આપવામાં આવ્યું. થોડા સમયમાં જ અભયા અને વિનોદિની