________________
અનંતકુમારની જીત થાય છે
૧૭૫
ફરકાવશું માનમાં પ્રવેશેલી હત્યારી લાલસાને નાશ કરીશું. માનવ માનવ પ્રત્યે એકતા સાધે, એવો મંત્ર ગજાવીશું.
રઆિમણ ભૂમિને રક્ત વણું કરવાને, સ્વતંત્ર પણે વિચારવાને જન્મેલાં પ્રાણીઓનો પ્રાણ હરવાનો, જગતને મહામોલ રત્નો અર્પનારી નારીના વિલાસ માટે કે કામ તૃતિ૫ માટે ઉપભોગ કે ઉપયોગ કરવાનો અધિકાર કાઈને જ નથી. એવા અધિકારો ભોગવનારને સમજાવવાનું ન સમજે તો આગળ પગલાં ભરવાનું સાહસ આપણે સાથે રહીને ખેડીશું. પશુઓના પોકારે સૂણુને લગ્ન માટે જતા ભગવાન નેમિનાથ અધવચથીજ પાછા ફર્યા હતા. એમથી આપણે જે સાર ગ્રહણ કર્યો છે. તે જગતના ખૂણે ખૂણે વેરીશું.
આવા મહાન કાર્યો માટે રચાયેલી આ પૃવીને ત્યાગીનેભૂલીને તું એક આવા અંધારા-અર્થ વગરના ખૂણામાં મકણની પેઠે ભરાઈ બેઠો છે, તે તને શોભે છે?
ચંદ્રની શીતળતાને અનુભવવાને બદલે તું આ દીવાઓના પ્રકાશના ઓળાઓમાં ગુંથાઈ ગયો છે. સૂર્યની પ્રખરતામાંથી કંઇક નવીનતા અનુભવવાને બદલે આ ઝાંખા પ્રકાશની આછી રેખા
માં અટવાઈ ગયો છે. વાયુદેવ તરફથી મળતા ખુલા, ખુશનુમા પવનને ઉપભોગ કરવાને બદલે તું આ નાના નાના પંખાઓના હલન ચલનમાં આનંદ માની રહ્યો છે.
ભાઈ, મેટો સમુદ્ર ત્યાગીને નાનકડું ખાબોચિયું તને કેમ ગમે છે ? સમુદ્રને મગર બનવાને બદલે તું નાનકડા ખાબોચિયાને દેડકા બનીને જીવી રહ્યો છે. કતપુર્ણ સંસારને સાર કઈ પામી શકયું નથી. એ માન્યતાઓને તું ધિકકારતો હતો. આજે તારું વર્તન બતાવી આપે છે કે, સંસાર પાપોની પરંપરા છે. અનીતિને અખૂટ ધારા છે, ખરી રીતે તે બંને તારા દર્શનીય પુરાવા કરતાં સંસારમાં જે સાચો સંસારી જાગૃત રહીને જીવતો ઘણે સાર તેને મળી આવે તેમ છે. સત્ય પર જીવનાર માણસ જે શ્રદ્ધાથી