________________
આમ્રપાલી
૧૪૯
કાયદા ભંગ કરી રહી છે.” “આખા સભાનું અપમાન કરી રહી છે.'
વગેરે પ્રકારના કેટલાય શબ્દ ઉચ્ચારવા લાગ્યા. આમ્રપાલી તે બધા પ્રત્યેક બેદરકાર રહી.
આમ્રપાલી! ચેટકરાજ બધાને શાન્તિ ધારણ કરવાનું સચવીને બોલ્યા.
આઝા, મહારાજ.” આમ્રપાલી નમ્રતાથી બોલી. તારે તેને ત્યાગ કરવો જ જોઈએ.”
આપ દેહ અને પ્રાણને વિખૂટા પાડવાની આજ્ઞા કરમાવી રહ્યા છે, મહારાજ.” આમ્રપાલીના કંઠમાં કંપ પ્રવેશી ચૂઠો હતો.
કાયદાને માન આપવાની પ્રત્યેકની ફરજ છે ! ” આમ્રપાલી મૌન રહી. “તને તારા દેશ પ્રત્યે પ્રેમ છે ને ? ” ચેટકરાજે પ્રશ્ન કર્યો. એવું સદભાગ્ય કેને પ્રિમ ન હોય, મહારાજ તારે બંનેમાંથી એકનો ત્યાગ કર જોઈએ.”
આમ્રપાલીના માટે મુશ્કેલી ઊભી થઈ. તેને ખાત્રી હતીજ કે કાયાને માન આપ્યા સિવાય ચાલે તેમ નથી. અને પિતે દેશપ્રેમી હતી. દેશ માટે તે પિતાના સર્વસ્વને ભોગ આપવાને તૈયાર હતી. ગમે ત્યારે પરદેશી પ્રેમીને ત્યાગ કરે પડશે, એ પણ તે જાણતી હતી.
મહારાજનું શું ફરમાન છે ” આમ્રપાલીએ વિનયથી પૂછ્યું. “મગધવાસીનો ત્યાગ કર.”
આપની આજ્ઞા શિરસા વંઘ છે, પ્રભુ” કેઈપણ જાતની આનાકાની સિવાય આમ્રપાલી બેલી. તેનું હૃદય ભાંગી ગયું. નયનેમાંથી અબિન્દુ સરી પડયાં.
સૌ પોતપોતાના ત્યાં ગયાં. સંથાગાર ખાલી થઈ .
આમ્રપાલી પિતાના નિવાસ સ્થાને જઈને પોતાના પ્રેમીના વિશાળ વૃક્ષ સ્થળ પર માથું મુકીને રડી પડી. ખૂબ રડી. રડતાં રડતાં અને થાકી. તેણે સંથાગારમાં બનેલી હકિકત મગધવાસીને કહી સંભળાવી.