________________
૧૪૬
કયવનાશેઠનું સૌભાગ્ય
ભરતો અને હાસ્યના ઉમળકે નયનો નચાવતો. તેનું મસ્તક હાથી જેવું વિશાળ હતું અને તેની છાતી ઢાલ જેવી પહોળી હતી. ચાલમાં અને ચહેરા પર મકકમતા હતી.
વગર ઓળખાણે તેણે તે વી ને પોતાના હૃદયમંદિરમાં દેવ તરીકે સ્થાપ્યો. પ્રભુ માનીને તેની પૂજા કરવા લાગી. ગાંધર્વ લગ્ન કરીને પતિ તરીકે તેને સ્વીકાર્યો. પિતાનો દેહ. પોતાનું સૌદર્ય તેણે પતિને સે. પોતાની નૃત્યકલા તેનાં ચરણોમાં ધરી. પ્રેમીની વિશાળ છાતી પર મસ્તક મૂકીને નિદ્રા લેવામાં તે આનંદ માનવા લાગી.
તે જાણતી હતી કે પોતાનો પ્રેમી પરદેશી છે. લિચ્છવીઓ જાણશે કે પરિણામ વિપરીત આવશે. પણ તેણે તે બધાની દરકાર કરી નહિ. તેણે પોતે કપેલે પ્રેમી તેને મળી ગયો હતો. પ્રેમીના માટે તે પિતાનાં સર્વ સુખોને ત્યાગવા તૈયાર થઈ હતી. - વિલાસમાં તેના દિવસો વિતવા લાગ્યા. તેનું હૃદય થનગનતું થઈ ગયું. તેનાં વિજળીની ચમક જેવાં નયને નાચવા લાગ્યાં. તેનાં અંગોપાંગ પૂર્ણ પણે વિકસી ગયાં. દેહ પૂર્ણ રીતે ખીલી નીકળ્યો. તેના ચહેરા પરથી લેકને કંઇક નવિનતા ભાસવા લાગી. લોકે તેના મૂળ શોધવા લાગ્યા. તેની હિલચાલ પર બારીક દેખરેખ રાખવા લાગ્યા.
પિતાનું સૌંદર્ય કેાઈને ન સોંપવાની મકકમતા દર્શાવનાર આમ્રપાલીનું સૌંદર્ય દઈને સોંપાયું હોય-સોંપાતું હોય એમ તેને ચહેરે નિરખનારને ખાત્રીપૂર્વક લાગવા માંડયું.
ભોગ ભેગવનાર અને ભોગ ન ભોગવનારના તેજમાં આપોઆપ ફરક પડી જાય છે. તે અને તેની પર દેખરેખ રાખનાર–જાસુસી કરનાર લિચ્છીઓને એક દિવસે જણાઈ આવ્યું કે આમ્રપાલી પિતાનો દેહ કોઈ એક પરદેશીને મગધવાસીને સેપી ચૂકી છે. પોતાનું સૌંદર્ય મગધવાસીના ચરણોમાં ધરી રહી છે.
વિલાસમાં સુખ માનનાર અને શસ્ત્રો વાપરવામાં આનંદ