________________
૧૪૪
કાવનાશેઠનું સૌભાગ્ય
રાખે છે. જેને તેમાં દર્શાવેલી સજા ફરમાવવામાં આવે છે. તેણે તે ભોગવવી પડે છે.
જે સ્થળે સભા ભરવામાં આવે છે, તે સ્થળને તે લેકે સંથાગાર તરીકે ઓળખાવે છે. એ સંથાગાર એટલો બધો મોટા બાંધવામાં આવ્યો છે, કે જેમાં સાત હજાર સાતસો ને સાત સભ્ય ઉપરાંત બીજી કેટલીક વ્યકિતઓ બેસવા ધારે તો પણ બેસી શકે.
કેટલાક લોકો તેમને (વિશાલીના ક્ષત્રિયોને લિચ્છવીઓને તિબેટ તરફના કહે છે, કેટલાક ઈરાન દેશ તરફના કહે છે અને કેટલાક વસિષ્ઠવંશજ કહે છે. - તે ગમે તેમ હોય, પણ એટલી વાત તો ચોકકસ છે કે કાયદાનું પાલન એ એમનું કર્તવ્ય ગણાય છે. તેમનામાં જે કઈપણ જાતનો દુર્ગુણ હોય તો તે ફકત તેમનું વિલાસી પડ્યું છે. જ્યારે તેમ કંઈ પણું કામ ન હોય, ત્યારે તે લેકે સુંદર સ્ત્રીઓને લઈને વિથિકાઓમાં ફરવા જાય છે. સૌંદર્ય અને વિકાસ માટે તેઓ અંદરને અંદર કપાઈ મરવાને તૈયાર થઈ જાય છે. પરંતુ જયારે એકાદ સ્ત્રી માટે વધુ ઝમ છે ઊમે થાય છે, ત્યારે તેનો ચૂકાદો સંથાગારમાંથી મેળવી લે પડે છે.
આમ્રપાલી માટે ચૂકાદો સંથાગારમાંથી મળે . સંથામારે તેને દેશનતિકા તરીકે જાહેર કરી હતી. - કાઈ કહે છે કે તે કોઈ અસરાની પુત્રી છે, ને કોઈ કહે છે કે તે સ્વયંભૂ પ્રકટ થઈ છે. તે બંનેમાંથી ગમે તે સત્ય હાય, પણ એક. વાત તે નક્કી છે કે તે કોઈ માનવ કન્યા નથી.
'' એક સમયે વૈશાલીને એક પૂજારી પોતાના કામે કયાંક જઈ રહ્યો હતો. તેણે રસ્તામાં એક આમ્રના વૃક્ષ નીચે એક બાળકના - ૧ Town Hall
૨ કેટલાક સ્થળે પૂજારીના બદલે માળી અગર બીજી કોઈ વ્યક્તિ જણાવવામાં આવે છે.