________________
પ્રકરણ ૧૮ મું
આછી રૂપરેખા દિવસના અંત અને રાત્રિનો જન્મ; એ બેમાંથી જન્મત. સંધ્યાના કુમકુમ વર્ણ રંગો નઢા સ્ત્રીના કુમળા ગાલ પર પડતા શરમના શેરડાનો આછો આછો ખ્યાલ આપી રહ્યા હતા.
ગોવાળે પોતાની ગાયોના ઘણ સાથે વગડામાંથી પાછા ફરી રહ્યા હતા. ખેડૂતો પોતાના ખેતરમાંથી ઘર તરફ જતા જતા રાહ જેતી પત્ની અને બાપુજીની વાટ જોતા બાળકોના વિચાર કરતા ઉતાવળા ઉતાવળા પગ ઉપાડી રહ્યા હતા.
દેશ પરદેશમાં રાજગૃહિને અમરાપુરીની ઉપમા આપવામાં આવતી હતી. રાજગૃહિની રાજસભાને લેકે ઈન્દ્રની સભા તરીકે ઓળખાવતા. ન્યાય એટલે રાજગૃહિને. લક્ષ્મીનું સ્થાન એટલે રાજ
હિ, ભેગો પભોગમાં રાજગૃહિનું સ્થાન પહેલું જ હોય. રૂપની કદર રાજગૃહિમાં જ થાય. બુદ્ધિ, શક્તિ અને વિકાસ રાજગૃહમાં જ છે.. હતાં. કળાને અને કલાકારોને સ્થાન આપવામાં રાજગૃહિની બરાબરી કરવામાં કોઈ દેશ હિંમત કરેજ નહિ. ( રાજગૃહિની ચઢતી કળામાં ઉત્સવે વધારો કર્યો.
'મહારાજા બિમ્બિસારની કીર્તિ તે જયારે તેમણે રાજગૃહિ નગરી વસાવી ત્યારે કસ્તુરીની પેઠે પ્રસરી ગઈ હતી. તે
જ્યારે તે રાજકુમાર હતા–કુમારાવસ્થામાં હતા, ત્યારે તેમના પિતા-મહારાજા પ્રસેનજીત તેમના પ્રત્યે કંઈક બેદરકારી બતાવતા હતા.