________________
બાળ મિત્રો
૧૧૧
વગર મણિકાના ઘરનું દૂધ તને વાપરતો જોઈને મને આશ્ચર્ય થાય છે.”
શુ મણિક માનવ નથી ? “પણ તે ગથિકા છે ઊચ્ચ કુળની નથી.”
“ત્યાજ તારી ભૂલ થાય છે, કુતપુણ્ય. હું તો બધાને સરખાં માનું છું. મને માનવ પ્રત્યે કઈપણ જાતને ભેદભાવ ભાસતો નથી. મને તે આચરણ પ્રત્યેજ ભિન્નતા ભાસે છે.” અનંતે જગતના માનવો પ્રત્યેના ભેદભાવ પ્રત્યે પોતાને અણગમો દર્શાવ્યો. તેના ચહેરા પર પણ તેવાજ ભાવો તરી આવ્યા. તે મૂળ મુદ્દા પર આવીને આગળ કહેવા લાગ્યો.
કૃતપુય; તું જાણે છે કે, એક માણસ જ્યારે બીજા માણસ પ્રત્યે બેવફા નિવડે છે ત્યારે જગત અને દેવે પણ તેને તિરસ્કાર છે. તેને બેવફા અગર નિમકહરામ કહીને બોલાવે છે.”
“એ તો સર્વ સાધારણ વાત છે. અનંત તેમાં નવાઈ જેવું કંઈજ નથી. વિશ્વાસઘાત જેવું જગતમાં કે પાતક નથી.” કૃતપુર બોલ્યો. - “નિમકહરામી અને વિશ્વાસઘાતનાં મૂળતો એક જ છે, એ તો તું સારી રીતે સમજે છે. તારાં માતા પિતાએ તેને ઉછેરીને મેટો કર્યો, ભણાવીને હેશિયાર કર્યો, તેમની વૃદ્ધાવસ્થામાં હું તેમની સેવા કરીશ એવી તેમણે આશા સેવી, તેમણે તારામાં વિશ્વાસ રાખ્યો, તારી માતાએ નવનવ માસ સુધી ગર્ભમાં તારું જતન કર્યું, અજાણ્યાને પતિ તરીકે ગ્રહણ કરીને માતા પિતાની છાયા ત્યાગી ધન્યાએ તારામાં વિશ્વાસ રાખ્યો એ બધાંને તેં શો બદલે આપો? આમાં નિમકહરામી કે વિશ્વાસઘાતનો અંશ તને નથી લાગતો ? કુતપુય, માતા પિતાની સેવા તે દેવે ને પણ દુર્લભ ગણાય છે. જેને માતા પિતા નથી હતાં, તે વલખાં મારે છે. તેમને તે દુઃખ અસહ્ય ભાસે છે, જયારે તારા જેવાને માતા પિતા કેવા છતાં તને તેમની કિંમત લાગતી નથી. ભાગ્યશાળીને ભાગ્યની કિંમત હોતી નથી. એને દાખલે તો