________________
બાળ મિત્રો
૧૦૯
બેટા રસ્તે દેરતો નહિ. કોઈના આત્માને દુભવતો નહિ.
બાલ્યકાળમાં તેના ગુરૂજી હંમેશાં સર્વ વિદ્યાર્થીઓને કહેતા કે, “ આ અનંત આગળ જતાં અહિંસા અને સત્ય માટેજ પિતાને પ્રાણ પાથરશે. અત્યારે આટલી નાની વયે પણ જે અહિંસા અને સત્ય માટે પોતાને સ્વાર્થ ત્યાગવાને તૈયાર થાય છે, તે મોટી ઉંમરે કે મહાન ત્યાગવાન થશે ! માટે હે વિદ્યાથીઓ, આ આદ અનંતને અને તેના વિચારને અનુસરો. અહિંસા અને સત્ય એજ સંસારતારક છે.”
અનંત પ્રત્યે હંમેશા તેનાં સદ્દગુણોને કારણે તેના ગુરૂજીને પણ પક્ષપાત રહેતો. તેની સાથેના વિદ્યાર્થીઓમાં બીજા ત્રણ વિદ્યાર્થીઓ બીજાઓની નજરમાં તરવરતા. એક તો શાલિભદ્ર, બીજે ધન્યકુમાર અને ત્રીજા કૂતપુર્ણ.
એ ત્રણે પ્રત્યે અનંતને મમતા હતી. તેમના તરફ તેને પક્ષપાત પણ હતો. છતાં, તે કોઈ દિવસ કોઈની સાથે વધુ પરિચયમાં આવતો નહિ. ત્રણે જણા શ્રીમંત ( તા, તે પોતે ગરીબ હતો. તેના માતા પિતા સાધારણ સ્થિતિનાં હતાં, છતાં પોતે કોઈ દિવસ એમ અનુભવ્યું કે માન્યું નહોતું કે જે તે ગરીબ છે. તે માનતો કે ગરીબીમાંથી જ સહનશીલતા અને સંતોષ પ્રગટે છે. અને જે તે હકીકત સત્ય હાથ તો સહનશીલતા અને સંતોષમાંથીજ અહિંસા અને સત્ય આવિર્ભાવ પામે છે.
અભ્યાસ છોડયા પછી ચારે મિત્રો છૂટા પાડયા હતા. તે પછી અનંત એકાદ બે વખત જ પોતાના મિત્રોને મળ્યો હશે. અને તે તપૂણ્યના પિતાની ખાસ ભલામણથી મૃતપુણ્યની મુલાકાતે આવ્યો હતો. તેણે ધનેશ્વર, સુભદ્રા અને ધન્યાના કકળતાં હૈયાં જયાં. જાહેજલાલી ભર્યા વેપારનું થતું ખંડન જોયું. કુળની થતી હાંસી જે. તેને લાગ્યું કે, એકાદ વખત જઇને કુતપુર્ણને સમજાવી આવવાની આવશ્યકતા છે. સુખમાં ભલે મિત્ર પ્રત્યે બેદરકાર રહેવાય, પણ રમવા.