SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ કવન્નાશેઠનું સૌભાગ્ય સર્વ કલાઓ મિશ્રિત નૃત્યકળા અપી રહી હતી. 4 મલિકાના નૃત્ય કરતાં અનંગસેનાનું નાજુક નૃત્ય કૃતપુણ્યને શ્રેષ્ઠ ભોમ્યું. માનવસ્વભાવ વિચિત્ર પ્રકાર હોય છે. અનંગસેના નૃત્ય કરવામાં તમય બની ગઈ હતી. આજનું તેનું લાલિત્યમય નૃત્ય ગમે તેવા યોગીને ચલાયમાન કરવાને સમર્થ હતું. હીંચકે ખાતા મૃતપુણ્યને શંકરને મોહ પમાડનાર પાર્વતીનું નૃત્યસામર્થ્ય અને મહાન તપસ્વી વિશ્વામિત્રની તપશ્ચર્યા ભંમ કરાવતી મેનકા યાદ આવી. નૃત્ય કરતી અનંગસેના આખરે થાકી હોય, તેવી કલા નૃત્યમાંથી ઝરવા લાગી. પ્રીતમ પાસે મદનરસની માગણી કરતી હોય, તેવા ભાવ તેના ચહેરા પર દેખાવા લાગ્યા. તેની પાતળી કમર વારે ઘડિયે લચકવા લાગી. પગનાં ઝઝરનો ઝંકાર વધ્યો. દેહમરોડ અને અભિનયમાંથી વિકસતે મદનરસ આખા વાતાવરણને મદનમય બનાવવા લાગ્યા. કુતપુર્ણનું દિલ વિઠ્ઠળ બન્યું. પ્રિયાનું નૃત્ય ચાપલય તેના દેહને પણ અસ્વસ્થ બનાવી રહ્યું હતું. તેને લાગ્યું કે આવા કલાના કેન્દ્રને પોતાના હૃદયમાં સમાવી દેવું જોઈએ. અપ્સરા જેવી કાયાને હાથમાં ઊંચકીને પુષ્પના દડાની પેઠે ઉછાળીને રમાડવાની તેણે ઇચ્છા થઈ. હીંચકા પરથી ઊઠવા માટે તેણે પોતાનો એક પણ બીજા પણ ઢીંચણ પર હતો તે નીચે મૂકો. પણ આ શું ! માઈ ભકત ભગવાન પાસે બંને હાથ જોડીને, તેના પગમાં પડીને વિનંતિ કરતો હોય, તેમ નતિકા તપુના બંને પગ પર પિતાના બંને હાથ જોડીને માથું નમાવી ચૂકી. નતિકાના નૃત્યને અણધાર્યો પલટે જેને કૃતપુર્ણ આશ્ચર્ય યાખ્યો. જેને પોતાના બાહપાસમાં લેવા જવા માટે પોતે ઊઠવાની તૈયારી કરતો હતો, તે અણધારી રીતે પિતાના ચરણમાં કથિી !
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy