SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગદર્શક મિત્રનું પુનર્મિલન બીજાને શુદ્ધ બનાવવાને લાયક થાય છે-જે એનું કર્તવ્ય છે-જે એને ધર્મ છે તે બજાવવા એ શક્તિશાળી બને છે. . બહેચરદાસના જીવને પણ કલ્યાણમાર્ગ લીધ–કાશી જવાને. શેઠ વીરચંદ દીપચંદની ભલામણ ચિઠ્ઠી લઈ પોતાના એક પિછાનવાળા યુવક મણિલાલ ન્યાલચંદની સાથે અભ્યાસને નિર્ણય કરી એમણે બનારસનો માર્ગ લીધો. આ નવયુવાનના મનમાં સંકોચ થતઃ “મારા જેવો અરઢ ઓગણીસ વર્ષનો યુવાન સંસ્કૃત ભણવા જાય છે તે જરૂર હાંસીને પાત્ર થશે. ત્યાં તો નાના નાના છોકરાઓ એ દેવભાષા ભણી રહ્યા હશે એમની વચમાં હું આટલે મેટે કે દેખાઈશ?' અને આ વિચાર આવતાં હૈયામાં મુંઝવણ ઊભી થતી અને એવા અનેક વિચારને રમણે ચડતાં બંને મિત્ર પવિત્ર ગંગાજીને કિનારે આવેલા તીર્થધામ કાશીમાં આવી પહોંચ્યા. એમને માટે લાંબી મુસાફરીને એ પ્રથમ જ પ્રસંગ હતો છતાં આપણામાં કહેવત છે કે અનુભવ એ માટે શિક્ષક છે. એમને પણ આ પ્રવાસ દરમિયાન ઘણી ઘણી જાતના અનુભવો થયા. કાશીની ધરતી ઉપર પગ મૂકતા બંને મિત્રોને ખૂબ આનંદ થયો. બહેચરદાસને લાગ્યું કે હવે મારું જીવન સાર્થક થશે. વિદ્યાવ્યાસંગની મારી અભિલાષાઓ અહીં જ પરીપૂર્ણ થશે. અને કાશીમાં તે એમણે પોતાનાથી પણ ચાર આંગળ ઊંચા કદના વિદ્યાર્થીઓને દીઠા એટલે એમના મનને સંકોચ દૂર થયો. - દીવડે દીવો પ્રગટે છે એમ સાચા ગુરૂના સમાગમથી આત્માને ઉત્કર્ષ સાધી શકાય છે. બહેચરદાસને અહીંથી જ સાચા ગુરૂજીનું
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy