SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ દેહગામમાં ( ૪૧ પહેલાં કહ્યું તેમ, દેહગામમાં એમનાં સગાં વહાલાને બહુ મોટો સમૂહ હતો. દશા શ્રીમાળી વણિક જ્ઞાતિનાં સવાસ – દોઢસો જેટલાં ઘર – લગભગ બધાં જ એમનાં એ વત્તે અંશે સગાં થતાં. પણ કવિ વલ્લભ ભટ્ટ સાચું જ કહ્યું છે કેઃ “લક્ષણ લધુતાનાં વધ્યાં, તુચ્છ તરૂ ફળ થાય, નદીએ નીર બધે ઘટયાં આયુષ્ય અલ્પ ઉપાય. આપી થાપણ ઓળવે, જુઠા ખાયે સમ; ભરમે ભૂલવે ભોળવે, કુંડાં કરે સૌ કમ.' બહેચરદાસને પણ સગાવ્હાલાંની સ્વાર્થીબ્ધતાનો હવે અનુભવ થવા લાગ્યા. સ્વાથી સગાઓના સમુદાયમાં પણ પોતાનાં દાદીમાનું વાત્સલ્ય અને મામા બુલાખીદાસની અપાર મમતા, એ એમના જીવનમાં આશ્વાસનનું સ્થાન હતું. દેહગામમાં આગળ અભ્યાસ કરવાની એટલે સાતમી પડી ભણવાની પણ સગવડ હતી. એ સગવડને પણ બહેચદાસ લાભ લેવા લાગ્યા. માતાપિતાની છત્રથી વિરહી બની એશિયાળા તરીકે મોસાળમાં રહેતા બહેચરદાસને ન્યાત જાત અને સગાં સંબંધીઓ “અનાથ’-- બિચારો” સમજતાં. તેઓ માનતાં હતાં કે આ બિચારાને કોણ કન્યા દેશે? અને છતાં પણ જે કઈ પિતાની કન્યા આપવા તૈયાર હોય તો પણ કન્યાના પિતાનું ગજવું ભરવા પાંચ—સાત હજારની મુડી ક્યાં છે ? અમથાલાલે પિતાની હયાતીમાં પિતાના કોઈ સંબંધીને ત્યાં પોતાની થોડીક મુડી મૂકી હતી પણ હવે બહેચરદાસને એ મુડી કેણ પરખાવે પરિસ્થિતિ આ રીતે વિષમ હતી. પરંતુ બહેચરદાસની ઉમર સળેક વર્ષની થઈ હતી. હવે તેનામાં સારાસારને વિચાર કરવાની શક્તિ આવી હતી. માનાપમાનની
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy