________________
છપ્પનિયો દુષ્કાળ
૩૧
આજે પણ કેટલીક વ્યક્તિઓ મોજુદ છે અને જ્યારે આપણે એ વખતની પરિસ્થિતિનાં વર્ણન એમની પાસેથી સાંભળીએ છીએ ત્યારે તો કલેજુ કંપાવી નાંખે એવી વેદના રોમરોમમાં વ્યાપી જાય છે.
અમથાલાલને પણ આ સમયે પોતાની કમાયેલી સંપત્તિ જતાં દેવું થયેલું પણ એ વાત જાહેરમાં બહુ ઓછા જાણતા. અને એમ એમની આબરૂ જળવાઈ રહી હતી.
અમથાલાલે પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન પોતાનો વ્યાપાર શેક કરસનદાસ ખુમાજી અને દામોદર મેઘાજી નામના ઓસવાળ ગૃહસ્થ સાથે કર્યો હતો.