________________
પિતાજીનું સુખદુ:ખ
ઘણીકવાર ઠાકોર સાહેબ અને પ્રજા વચ્ચે પણ અથડામણ થતી અને એજન્સીના પોલીટીકલ એજન્ટની પાસે ફરિયાદ નંધાતી.
રાજકુટુંબમાં કોકવાર જ્યારે મેટું જમણ કરવાનો પ્રસંગ આવતો ત્યારે દરબાર તરફથી હુકમ નીકળતો કે આટલું ઘી, સાકર, પ્રજા તરફથી મળવું જોઈએ. એ ફરમાનનો અમલ કરે જ છુટકે અને જે કઈ એ હુકમ ન માને તે પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવતાં. જ્યારે આવા ઝઘડાઓના પ્રસંગે ઉપસ્થિત થતા ત્યારે અમથાલાલ બંને વચ્ચેની કડી બની જઈ સમાધાન કરાવતા.
આવી રીતે અમથાલાલનું ગાહથ્થ જીવન ન તો વધારે સુખમય હતુંન વધારે દુઃખાય. તેઓ મસ્ત પ્રકૃતિના પુરૂષ હતા એટલે દુઃખને પણ એમને મન જરા એ હિસાબ ન હતો. ગામડાના લેકેની સાથે તેઓ લેવડદેવડને ધંધો કરતા અને દુકાન ચાલતી તેનું ઘણું ખરું કાર્ય એમના ભાઈ સંભાળતા કારણ કે દુનિયાની પંચાતમાં તેમને વધુ સમય વ્યતીત થતો.