SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પા૦. ખંડ ૧૨ મો હમણાં હમણાં મેન્ટીસરી પધ્ધતિનું અનુકરણ કરી કેળવણી આપવાનું શરૂ કર્યું છે. જો કે આ પધ્ધતિએ કેળવણી આપવાનું એવાં નાનાં બાળકોને માટે થાય છે, કે જે બાળકોને ખરી રીતે માતા પિતાઓ તરફથી સુસંસ્કાર પાડવાના હોય છે. છતાં પણ આટલી હાની ઉંમરના બાળકોને ઈદ્રિયોદ્વારા અપાતું આ શિક્ષણ, ઉપયોગી તે જરૂર છે, પણ તેથી મોટી ઉમરના એટલે ૭-૮ વર્ષથી શરૂ થતી અને મોટી ઉંમરના બાળકોને અત્યાર સુધી અપાઈ રહેલી કેળવણીની પધ્ધતિમાં પણ હવે કંઈક ફેરફાર થતો રહ્યો છે એ ખરેખર ખુશી થવા જેવું છે. સૌથી પહેલી વાત તો એ છે કે શિક્ષણનું કાર્ય જ્યાં સુધી આપણા હાથમાં ન લેવાય, દેશના સાચા શિક્ષણશાસ્ત્રીઓ સ્વતંત્ર રીતે પોતાના હાથમાં ન લે, ત્યાં સુધી આજનાં શિક્ષણથી આપણાં બાળકોનો જીવનવિકાસ થઈ શકે નહિ. એ વાત તરફ આપણા નેતાઓનું ધ્યાન ગયું અને તેના પરિણામ રૂપે ગુરૂકુલે, આશ્રમે, વિદ્યાલયો, છાત્રાલયે, સ્થપાવા લાગ્યાં જો હું ન ભૂલતે હૈઉં તે આવાં ગુરૂકુલે વગેરે સ્થાપવાની શરૂઆત આર્યસમાજે કરી અને તે પછી જેનો અને બીજાઓએ અનુકરણ કર્યું. આજે આખા દેશમાં અનેક ગુરૂકુળ વિદ્યાલયો વગેરે ચાલી રહ્યાં છે. આ બધાઓનો ઉદ્દેશ મારા ધારવા પ્રમાણે એ હોવો જોઈએ કે આપણાં બાળકોનાં શિક્ષણનો પ્રશ્ન આપણા હાથમાં રાખવો, વિદ્યાર્થીઓ ચોવીસે કલાક એક સાથે રહે, એક જ ગૃહપતિની દેખરેખ નીચે રહે, એક જ આદર્શ પુરૂષના સંસ્કાર તે વિદ્યાથીઓના જીવનમાં ઉતરે વગેરે એ વાત બિલકુલ સાચી છે કે પ્રાચીન સમયની જ આશ્રમ પદ્ધતિ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy