SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૧ લે તે વખતના બહેચરદાસના સહાધ્યાયીઓમાં વીરચંદ કરસનદાસ, લલ્લુ કરસનદાસ, ગેવરધન છોટાલાલ, કોદરલાલ કસ્તુરચંદ, વીરચંદ છગનલાલ, કુરજી અલારખ (મુસ્લીમ ઘાંચી) વગેરે હતા. આ સહાધ્યાયીઓ પિછીના કેટલાક હાલ હયાત હોઈ વિદ્યાવિજ્યજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવ દર્શાવે છે. અમથાલાલના સાથીદારોમાં શેઠ કરસનદાસ અને દામોદરદાસ મુખ્ય હતા. એ બંને વ્યક્તિઓએ અમથાલાલ સાઠંબામાં જ્યાં સુધી હતા, ત્યાં સુધી તેમના કુટુંબ સાથે ગાઢ સંબંધ રાખ્યો હતો. બાળક સમજણું થયા પછી એનામાં અમુક પ્રકારનું અભિમાન પ્રવેશે છે --- પિતાની કૌટુમ્બિક પરિસ્થિતિ અનુસાર પિતા શ્રીમંત હોય તો બાળકમાં શ્રીમંતાઈનો ગર્વ તરી આવે છે. પિતા સત્તાધીશ હોય તો બાળકમાં પણ સત્તાની કંઈક ખુમારી પ્રગટે છે. અમથાલાલનું ગામમાં સારું માન – સન્માન હતું. એ રાજ્ય અને પ્રજાની સાંકળ જેવા હતા. એમનું ઘર સૌને માટે વિશ્રામસ્થાન હતું. બહેચરદાસની ઉદાર દશ – બાર વર્ષની હતી તે વખતે જે કે એને સ્વભાવ શરમાળ અને બીકણ હતો પણ પોતાના પિતાજીની સત્તા અને સામર્થ્યને કારણે તે વખતે એ કિશોરમાં પણ અભિમાનની રેખાઓ જન્મી હતી. બાળકો સાથે રમત રમતા કંઈ ટેટો કીસાદ થતો તો તરત જ એ કિશોર બીજા બાળકોને પોતાના પિતાને જ માત્ર નહિ પણ દરબાર સુધીનો પણ ડર બતાવતા. ખૂબ લાડમાં ઉછરેલાં બાળકે વધારે પડતા લાડને કારણે તેમનામાં કેટલીક વખત ચારીની આદત પેસી જાય છે અને એ ટેવ એના
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy