SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩ મું ૪૮૧ આ પ્રમાણે વર્તમાન પરિસ્થિતિનું અવલોકન” અને રચનાત્મક કંઈક યોજના ઉપસ્થિત કરું તે પહેલાં હમણાં જ થઈ ગયેલા મુનિસમેલન” અને તે પછીની પ્રવૃત્તિ સંબંધી કંઈક સિંહાલેકન કરું. આ “સિંહાવલોકન” મારા ઉપયુક્ત ઉદ્દેશની સાથે સંબંધ રાખે છે. “મુનિસંમેલન’ અને તે પછીની પ્રવૃત્તિ ઉપરથી પણ આપણને જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિનો ઓછો ખ્યાલ જરૂર આવશે, એટલું જ નહિ પરંતુ જે કેટલીક ગેરસમજુતીઓ વર્તમાનમાં ફેલાઈ રહી છે એના ઉપર પણ કંઇક પ્રકાશ પડશે. સંમેલન શા માટે થયું હતું ? હું “મુનિસંમેલનના પાછલા ઇતિહાસને આપીને આ લેખનું કલેવર વધારવા નથી ઈચ્છતો. સંમેલન ભરવાનો નિર્ણય નગરશેઠના આમંત્રણો, દેહગામ સમિતિની મંત્રણ, જુદા જુદા ગ્રુપમાં સંમેલનમાં સાધુઓનું જવું આ બધે ઇતિહાસ વર્તમાન પત્રોની ફાઈલમાં મેજુદ છે. અહીં તો આપણે માત્ર એટલે જ વિચાર કરીએ કે સંમેલન’ થયું હતું શા માટે ? સંમેલન ભરાવા અગાઉ આ પ્રશ્નના સંબંધમાં આખીએ જનતામાં જુદી જુદી અટકળો થતી હતી કે હું કહીશ કે એક મોટામાં મોટા આચાર્યથી લઈને એક અદનામાં અદના સાધુને પણ નિશ્ચયાત્મક ખબર ન હતી કે સંમેલન શા માટે ભરાય છે ? એથી આગળ વધીને કહું તે નિમંત્રણ કરનાર ખૂદ નગરશેઠને પણ નિશ્ચયાત્મક ખબર ન હતી કે સંમેલન શા માટે ભરાય છે? એમણે તે સૌને લગભગ એ જ જવાબ આપ્યો હતો કે આપ સૌ પધારો. આપને બધાઓને ઠીક લાગે તે કરજો ! અતુ. મુ. ૩૧
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy