SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ શીલ-સંયમને પ્રભાવ ૪૩૫ એમણે ગુરુદેવને કહ્યું: મારી ચિંતા અત્યારે તો અદશ્ય થઈ છે. તા. ૨૯ મીએ મોટી સ્ટીમર આવવાની છે. એ વખતે બને તે ખરું. પણ હવે મને પૂરી શ્રધ્ધા છે કે આપની કૃપાથી મને વાંધો નહિ જ આવે.' અને બન્યું પણ એવું જ. ત્યારબાદ એમનો ધંધો ખૂબ જોરથી ચાલવા લાગ્યો. - સિંધ હૈદ્રાબાદનાં સિંધી મ્હન પાર્વતી મહારાજશ્રીના અનન્ય ભક્ત. ચોમાસામાં વખતોવખત હૈદ્રાબાદથી ગુરૂદેવનાં વ્યાખ્યાન સાંભળવા માટે કરાંચી આવતાં અને પંદર પંદર દિવસ ત્યાં રહેતાં. એક દિવસ એ બહેન મહારાજશ્રીને વંદના કરવા આવી. થોડીક વારમાં તો એની આંખોમાંથી શ્રાવણભાદરવો ઝરી પડ્યાં. પ્રતિ ક્ષણ પ્રસન્ન વદને રહેનારી પાર્વતીબહેન આજે આવી કરૂણામાં કેમ સ્નાન કરી રહી હશે ? મુનિરાજે પૂછયું: અરે! પાર્વતી ! આજે તને શું થયું છે? આંખો આંસુથી કેમ છલકાવી રહી છે? એણે આંસુ લુંછવાનો પ્રયત્ન કરતાં જણાવ્યું. મહારાજ શું કહું ? ” ગભરાઈશ નહિ. જે કંઈ હેય તે કહે. મનની વાત કહેવાથી ઢિયાનો ભાર હળવો થાય છે.” મહારાજ ! મારા મોટાભાઈ ગભરાઈ ગયા છે. હિંમત હારી ગયા છે. મને જલદી તારથી બોલાવે છે. આપનાં વ્યાખ્યાનનો ધર્મલાભ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy