SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ખંડ ૧૧ માં કેવળ એમની આત્મશુદ્ધિના-ચારિત્ર્ય બળના-નૈતિક મહત્તાના જ દર્શનીય -સ્મરણીય-વંદનીય પ્રસંગો હતા. બાબેટના સ્ટેશન માસ્તર મનમોહનચંદ્ર કરાંચીના ચાતુર્માસ દરમિયાન પોતાના કુટુંબ પરિવાર સહિત મુનિરાજને વંદના કરવા આવ્યા હતા. એક દિવસ એમણે મહારાજશ્રીને કહ્યું: “ગુરૂદેવ ! મારી બદલી મેડતા રોડ થાય એમ હું ઈચ્છું છું.' મહારાજશ્રીના મુખમાંથી નીકળી ગયું “ગુરૂદેવ ! રૂડાં વાનાં કરશે.' થોડા જ મહીનામાં મનમોહનચંદને મેડતા રોડ સ્ટેશનથી મહારાજશ્રીને એક કાગળ મળ્યો તેમાં તેમણે મહારાજશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. બિહાર-બંગાળ બાજુના એક કાયસ્થ ગૃહસ્થ શ્રીમંત હતા. એમનું નામ રામસ્વરૂપ. મડવાણી સ્ટેટમાં એમનો ધમધોકાર ધંધો ચાલતો. એમનો એકવીસ વર્ષનો ભરજવાન દીકરે મેટ્રોકમાં નાપાસ થવાથી કંઈક રકમ લઈ ઘેરથી નાસી ગયેલો એ વાતને બાર બાર મહિનાનાં વહાણ વાઈ ગયેલાં. શેઠે છૂપી પોલીસખાતાને એની જાણ કરી હતી. વર્તમાનપત્રોમાં એના ફોટાઓ છપાવેલા, જાહેરખબરો આપેલી, ઈનિમો કાટેલાં. એક વર્ષ એ જુવાન દીકરાની શોધ પાછળ રામવરૂપ કાયર કાયર થઈ ગયા હતા. એણે શકય તેટલા બધા પ્રયત્નો આદર્યા હતા. પોતાનો દીકરો ઘેરથી આમ ચાલ્યો જાય એ કયા માબાપથી સહન થાય ? પણ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy