SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ દશ વર્ષે પાછા દેહગામમાં ૩૮૧ સદુપદેશથી અને શ્રી. ફૂલચંદ હરિચંદ દોશીના પ્રયાસથી અહીં બાલમંદિરની સ્થાપના થઈ. તે ઉપરાંત પુણ્યશ્લેક વિજયધર્મસૂરિ મહારાજની જયંતીનો મહત્સવ પણ મોટા સમારંભ દ્વારા ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે અમદાવાદ અને બીજા સ્થળોનાં બે હાર ભાવિકોએ પધારી લાભ લીધો હતો. વડોદરાથી “શારદા' માસિકના તંત્રી શ્રી. રાયચુરાભાઈ, શ્રી ભરતરામ મહેતા તથા શ્રી ચંદુલાલ વગેરેએ પણ આ મહત્સવની સફળતામાં પોતાનો ફાળો નોંધાવ્યો હતે. અને આ મહત્સવનું પ્રમુખસ્થાન ગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી. રમણલાલ વસંતલાલ દેસાઈએ શોભાવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાવિજયજી બિમાર હતા. પણ હજારો લોકો એમના વ્યાખ્યાનથી વંચિત રહે એ એમને દુ:ખકર લાગ્યું. તેથી ડૉકટરોની મના હોવા છતાં તેમણે સભામાં હાજરી આપી ખાસ પ્રવચન આપ્યું હતું.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy