SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છના પાટનગરમાં હ૩૧ ચોવીસે દિવસ પ્રવચનો થતાં જ રહ્યાં. રેજ હજારોની માનવમેદની ભગવતી વાગીશ્વરીનું વરદાન પામેલા મુનિરાજની મધ જેવી વાણીને લાભ લેવા ઉલટવા લાગી. મુનિરાજની વાણી સાંભળવા જેનો ઉપરાંત જેતરો પણ એટલા જ રસ લેતા. એ અરસામાં કચ્છમાં વિહરતા સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન મુનિ શ્રી દેવચંદ્રજી સ્વામી સાધુમંડળ સાથે ભૂજ આવી પહોંચ્યા. જૈન સંપ્રદાયની નજરે મૂર્તિપૂજક અને સ્થાનકવાસી બંને સંપ્રદાયના સાધુઓના એક જ વ્યાસપીઠ ઉપરથી પ્રવચને થવાં લાગ્યાં. ખરેખર એ આશ્ચર્યજનક ઘટના હતી. ભૂજના રાજકર્મચારીઓ દીવાન સાહેબ. ટી. ડી. રાણા, મહેસુલ ખાતાના વડાશ્રી પંડયા, પોલીસ ખાતાના વડા શ્રી કેડાવાળા, ન્યાયાધીશ શ્રી યશશ્ચંદ્ર, વડા તબીબી અમલદાર ડૉ. જાદવજી, હિસાબી ખાતાના વડા શ્રી મોતીભાઈ મહેતા વગેરેએ મુનિરાજની પ્રવૃત્તિઓમાં ખૂબ સાથ આપ્યો હતો. ભૂજની સાહિત્યસભાના આશય નીચે તા. ૧૧-૨-૪૦ના રોજ દિવાન સાહેબના પ્રમુખપણા નીચે “ઈશ્વરવાદ' એ વિષય ઉપર મુનિરાજ વિદ્યાવિજ્યજીનું એક વિશિષ્ટ પ્રવચન ગોઠવાયું હતું. સંવત ૧૯૯૬ નું ચાતુર્માસ કચ્છના પરોપકાર પરાયણ વર્તમાન મહારાવ શ્રી વિજ્યરાજજીના આગ્રહથી મુનિરાજ વિદ્યાવિજ્યજીએ ભૂજ ખાતે કર્યું હતું. ભૂજમાં આવતાં પહેલાં વિદ્યાવિજયજીને એમ મુદ્દલે કલ્પના ન હતી કે હું ભૂજના રાજકુટુંબની પણ વ્યક્તિના નિકટના પરિચયમાં આવીશ.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy