SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા પ્રવૃત્તિ પડયા. ૨૯૫ એટલું કહી મુનિરાજ પેાતાના સ્થળે આવી પુનઃ જ્ઞાનચર્ચામાં અંદર ખેડેલા કાઇને આ સંબંધી જરાયે જાણ થઇ ન હતી. પણ પછી ગામમાં કાલાહલ થયા તે સંઘના ખેડ ઉપર વાત આવી ત્યારે જ મુનિરાજ પાસે બેઠેલા સૌને એ વાતની જાણ થઇ. . . બીજે દિવસે સૌએ મુનિરાજને પૂછ્યું: C આ બધું કયારે બન્યું ? ' મુનિરાજે જવાબ આપ્યા. • આપણે કાલે ચર્ચા કરતા હતા તે વખતે. સૌના આશ્ચર્ય ના પાર ન રહ્યો મુનિરાજે સૌને કહ્યુંઃ આમાં નવાઈ પામવાની વાત નથી. જીવનની સંધ્યાને કાંઠે ઉભેલા સા-સાઠ વર્ષના વૃધ્ધ પુરૂષા પણ ધાર પાપ જાગૃત થવાથી ચાલ્યા જાય છે તે પછી આ બિચારાને શું કહેવું ? એમાં એને જરા યે દોષ નથી. સાધુતાના સ્વાંગ નીચે એ અધમ લીલા આચરત તેનાં કરતાં એ ચાલ્યેા ગયા એ ઘણું જ સારું થયું. ’ < મુંબઇ સમાચારના કરાચીખાતેના એક પ્રતિનિધિએ મુનિરાજ વિદ્યાવિજયજીની મુલાકાત લીધી હતી તે પ્રસંગે એમણે જણાવ્યું હતું:— મારે પેાતાને અભિપ્રાય છે કે જે સાધુનું ચિત્ત સ્થિર ન હોય અથવા કાઇને પશુ બહેકાયે બહેકાઇ જાય, એવે! સાધુ સાધુપણામાં રહીને પણ શું ભલું કરી શકે ? એટલે હું માનું. હ્યું કે તે ગયા અને અમારા સમાજની દૃષ્ટિએ અને મારી પોતાની દૃષ્ટિએ સારૂ જ થયું છે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy