SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ખંડ ૫ સુખનાં સ્મરણેમાં ઉંડું દુઃખ છે દુઃખનાં સ્મરણમાં ઉંડું સુખ છે. પુરાણાં સુખ સંભારતાં યે દિલ દાઝે છે, ગુરૂજી ! દેવ ! તમે પૃથ્વીના પોશાક ઉતાર્યા, તમે ચેતનના વાઘા સજ્યા, તમે તેજની પાંખો પ્રસારી ઉડયા એ ઉત્ક્રાંતિના અગોચર પંથે. ઉર્ધ્વગામીનું જવું' એ ધન્ય છે, અધગામીનું જીવવું એ ધૂળ છે. જગયાત્રાનાં જીવન ને મૃત્યુ દેવ! તમે ધન્ય કર્યા. એ ગુરૂદેવ ! હું તો આપને શિષ્ય છું. જ્યાં હોવ ત્યાંથી આપના આશીર્વાદ વરસાવજે. અને ખરેખર આજે પણ ગુરૂદેવના સાચા શિષ્ય વિદ્યાવિજય ઉપર અંતરિક્ષમાંથી જાણે ગુરૂદેવ આશીર્વાદ વરસાવી રહ્યા છે. - સ્વ. કવિવર નેહાનાલાલ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy