SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ખંડ ૨ જે સંઘના નેતાઓ સામે એક પ્રશ્ન ઉપસ્થિત થયા. એમણે દીક્ષા લેનારાઓની યોગ્યતા વિષે ખાતરી કરવાના નિર્ણય કર્યો. અને એ નિર્ણય થતાં જ સંઘના આગેવાનોએ પાચે વિદ્યાથીઓની શક્ય તેટલી બધી રીતે કસોટી કરી જોઈ. અંતે એમને વિશ્વાસ બેઠો કે આ પાંચે વિદ્યાર્થીઓ દીક્ષા લેવા યોગ્ય છે. એ માટે મુદ્ર કાઢવામાં આવ્યું. - સં. ૧૯૬૩ ના ચિત્ર વદ પાંચમનો એ ધન્ય દિવસ હતો. વાતાવરણ ધમ મંત્રોથી ગાજી રહ્યું હતું. આનંદ અને ઉત્સાહનાં પૂર ઉલટયાં હતાં. ન સૂતાં જ મવિષ્યતિ એ અપૂર્વ ઉત્સવ આ પાંચેની દીક્ષા નિમિત્તે કલકત્તામાં થયો. પિસો પાણીની માફક ખર્ચાય. સંઘનો ઉત્સાહ અનોખ હતો. આ પાંચે યુવકે ભણેલા ગણેલા, હોંશિયાર, ખાનદાન કુટુંબના નબીરા, સુખી, ભલા–આવાઓ દીક્ષા લે એ સંસારના રંગમાં રંગાયેલાથી કેમ સહન થાય? અને તેમાં પણ પેલી બનારસ પાઠશાળાના કર્મચારિયે–એમને તો જાણે આ દુનિયાના સર્વનાશ થતું ન હોય એમ જ લાગ્યું. આને અંગે ઘણે ઉહાપોહ થયો. સેંકડે તારો છુટયા-સંખ્યાબંધ પત્રો આવ્યા. સભાઓ ભરાઈ. લેખો લખાયા પણ દીક્ષા ગ્રહણ કરનારા મકકમ હતા. તેમણે પિતાનું નિવેદન રજૂ કર્યું: • અમે અમારી જિંદગી કેઈને વેચી નથી. અમે પાઠશાળાથી છૂટા થઈ ગયા છીએ.' કલકત્તાને સંઘ-અને એ સંઘના આગેવાને રાયબહાદુર બલીદાસ, રા મહિ" મુિિપતા દહિયાએ તે મમ હતા.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy