SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મેં નક્કી કર્યું છે કે હવે જીંદગીમાં કદી પણ શિકાર ખેલીશ નહી..... કદી પણ નિર્દોષ પ્રાણી પર ખાણ છેાડીશ નહી... એટા ! વિજય તારા છે.... ના, ના.... બેટા, તારા આ વિજય એ જ તારા પિતાના મહાવિજય છે. સા .... સો .... વરસ જીવ.... દીર્ઘાયુ ભવ.... ! પ્રેમથી પુત્રને ઉભા કરી મહારાજા શાંતનુ તેને ભેટી પડે છે. ઘટાદાર વૃક્ષ હેઠળ ત્રણેય બેઠા છે. લતાકુંજના મીઠા વાયરા અને પ`ખીએના કલરવ સાથે આજે પચીશ વર્ષ બાદ હીઝરાયેલાં હૈયાં એકઠાં થયા છે. ** મહારાજા શાંતનુ પૂછે છે— “ગંગા ! તું અહીં કેમ ? આ મારા પુત્ર અહીં કેટલા વખતથી ? આ પુત્ર જં ગલમાં હાવા છતાંય આવા પારંગત કેવી રીતે થયા ? સવાલે તે જાણે મહારાજા શાંતનુના હૈયામાંથી એટલા કૂદી પડે છે કે જિજ્ઞાસાના સાગર ઉભરાયે! હાય તેમ લાગે. ગંગા જણાવે છે, “ પ્રિયે ! આ તમારા પુત્ર તમારા જેવા છે, તમારી પાસેથી ગયા બાદ હું મારા પિતાને ત્યાં ગઈ. મારા પિતાએ મને પ્રેમથી રાખી. આ તમારા પુત્રને મારાભાઈ પવનવેગે ધનુવિદ્યા શીખવવા માંડી. ઘેાડા સમયમાં તે પવનવેગને પણ આશ્ચય થયું. આવી ચપળતા ! અને ધીમે ધીમે તે મારા પિતાને ત્યાંના સમસ્ત પરિવારની પેાતાના બળથી ઉપેક્ષા કરતા થઈ ગયા. કોઈને ય ગાંઠે તે। આ તમારા ગાંગેય શેના ! સૂર્ય જેવા એના સ્વભાવ.... એ ચમકે એટલે બધા તારલિયા અને ચાંદલિયાને સડતાઈ જવુ પડે,
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy