SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ્રેમ અને વિશ્વાસ બે જુદી ચીજ છે. પ્રેમ પૂર્વના કેઈ ઋણાનુબંધથી હોય છે. તે વિના પ્રયત્ન પણ મળી જાય છે. જ્યારે વિશ્વાસ એક આ જન્મની સાધના છે અને સગુણેની પ્રાપ્તિ સિવાય કેઈને વિશ્વાસ મેળવી શકાતું નથી. 1 પ્રેમ મેળવી જશે.....વિશ્વાસ કેળવી જાણે. ક આશ્ચર્ય છે.....ઘડીયાળની ટકટક ગમે છે પણ ઘરડાની ટકટક આપણને ગમતી નથી. ઘડીયાળ સમયનું જ્ઞાન કરાવતી હશે તે ઘરડા પણ સમય (પ્રસંગ)નું ભાન ઉત્તમ રીતે જ કરાવે છે. . કોઈ પણ જાતના વિજય બાદ પ્રભુભક્તિ, ગુરુભક્તિ અને વડીલેની ભક્તિ કરવાથી વિજયને ઉન્માદ રોકાઈ જાય છે અને ઉન્માદ રોકાતા પતન પણ અટકી જાય છે. જે વિજય બાદ વિનયી ન બનાય તે વિનાશ અનિવાર્ય છે. પર દિગવિજય બાદ યુધિષ્ઠિરે જેલ મહાન જિનભક્તિ મહોત્સવ એ વિરલ વિજ્યને પચાવવાની એક પવિત્ર પ્રક્રિયા હતી. - હાસ્યને કેટલાક લોકો સદ્દગુણ ગણે છે. પણ નિર્દોષ કહેવાતા એવા પણ હાસ્ય વિનાશ સર્યો છે. કહેવતમાં પણ કહ્યું છે “કજીયાનું મૂળ હાંસી.”
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy