SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ A. ૧૪ પણ તેને જુગાર રમતાં જરાય આવડતું નથી. વળી ધૃતરા જી! આપની કૃપાએ જુગારમાં મને કઈ હરાવે તેમ નથી. જે આપ આજ્ઞા આપો તે હું પાંડેની સમગ્ર લક્ષ્મીને આપના ચરણમાં પધરાવી દઉં અરે!... ત્યાંજ દુર્યોધન કહે છે “પિતાજી ! મામાજીની આ વાત પણ આપ માનતા નથી. માતા ગાંધારી પણ ઘણી વખત કહેતી હોય છે કે તારા પિતાજીને મારા ભાઈ જેવા અનુભવીની હોંશીયારી અને સલાહની કશી દરકાર જ નથી. નહીં તે આપણે પણ કયાંય આગળ વધી ગયા હતા હવે તો આ બાબતમાં આપે મામાને સંમતિ આપવી જ પડશે. શકુનિ કહે છે,” જુઓ હું આપને જુગાર રમવા માટે દબાણ કરતે હઉં તે જુદી વાત છે. જુગાર તે દુર્યોધન અને હું રમીશું આપને તે માત્ર સંમતિ જ આપવાની છે. આપ વડીલને પૂછયા વગર આગળ ન જ વધવું એવી મારા ભાણિયા દુધનની અતિ ઉત્તમ અને વિનયપૂર્ણ લાગણી છે.... વડીલવર્ય! આપ હવે દુર્યોધનને અન્યાય ન કરશે! શ્રી ધૃતરાષ્ટ્ર તે ક્ષણવાર વિચારમાં પડી જાય છે. પોતાના જ ભેળા શંભુ જેવા યુધિષ્ઠિરને શકુનિ જુગારમાં હરાવી દે તે તે શકય જ હતું પણ...આ માગ કે કહેવાય તે અંગે શ્રી ધૃતરાષ્ટ્રજી મુંઝવણ અનુભવતા હતા આ માર્ગના આઘાત-પ્રત્યાઘાતને તેઓ હમણાં ને હમણાં વિચારી શકે તેમ ન હતું. આ બાજુ દુર્યોધન તુરતજ જવાબ લેવા જીદ લઈને બેઠો હતો. થોડા વિચારબાદ શ્રી ધૃતરાષ્ટ્રજીએ કહ્યું, “શકુનિજી! તમારી વાત નવી છે તેથી થેડી વિચારણા માંગે છે. એટલે જ હમણાં હું હા કહી શકું તેમ તો નથી છતાંય ના પણ કહેતા નથી. પરંતુ પાકે વિચારતો હું કાલે જણાવીશ.”
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy