SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ વારવાથી કાય નહીં તેવા અર્જુન જેવા સાત્વિક પુરુષ કંઈ બૈરીના કહેવાથી–એક સ્ત્રીના કહેવાથી પિતાને નિર્ણય બદલે એ તે શક્ય જ નથી. દ્રૌપદીનું હૈયું ભરાઈ ગયું છે. હૃદયમાંથી જાણે આંસુને દરિયે બહાર નીકળવા જેર કરી રહ્યો છે. પણ દ્રૌપદીએ આંસુના દરિયાને હૃદયમાં જ થીજવી દીધું છે. પોતે પતિના પ્રયાણ વખતે રુદન કરે તો પતિ અર્જુનને અપમંગળ થાય તેથી દ્રૌપદીએ આંસુને હૃદય અને આંખની વચમાં જ કયાંય રોકી દીધા છે. છતાંય દ્રૌપદી કહેવા જાય છે, “હે પતિદેવ ! હે અર્જુન ! આપે આ બરોબર તે નથી કર્યું છતાંય હું, પગની પાનીએ બુદ્ધિવાળી એક સ્ત્રી આપને શું સલાહ આપી શકું ?” દ્રૌપદી જાણે જ છે કે હવે અર્જુનને રોકવાની વાત કરીએ છીએ એ વાતથી પણ તેને પીડા થાય છે, એટલે જાણે અર્જુનના પ્રયાણ મંગલની પવિત્ર ભેરી બજાવવાની હોય તેવી રીતે દ્રૌપદી કહે છે-“હે પતિદેવ! જે મારી તમારા પ્રત્યે સાચી પ્રીતિ હશે તે જ હું મારું આયુષ્ય અહીં રહીને ધારણ કરી શકીશ, અન્યથા મને પ્રાણ નીકળી જાય તેટલું દુઃખ થાય છે. ભલે, હવે મારી તમામ કુલ દેવતાઓને એક જ પ્રાર્થના છે કે તે બધા કુળદેવતા આ ભયંકર વનમાં તમારું સદા રક્ષણ કરે ” હદયમાં વિરહ હોવા છતાં....આગ જેટલી ગરમી અને નાગના જેવા ડંખ હોવા છતાંય દ્રૌપદીએ આજે કર્તવ્યપંથને મહાન માને છે.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy