SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ આ બધા બાળકોમાં પરસ્પર ખૂબ જ પ્રેમ બંધાયે હતે ! આ બાળ ઉંમર કેવી પવિત્ર છે, જેમાં કેઈના ય પર કોઈને કેઈ આગ્રહ રહેતો નથી. આ બધાયને પરસ્પર પ્રેમ હોવા છતાંય યુધિષ્ઠિર, ભાઈ દુર્યોધન પર પહેલેથી વધુ પ્રેમ રાખતા હતા. ભીમને પણ ધૃતરાષ્ટ્રના પુત્ર પર અપાર સનેહ હતો ભીમ વારંવાર યથેચ્છ વિનોદ કરે છે ! ભીમના બળ પાસે પેલા બિચારા રાકડાં જેવા છે! ભીમ કઈ વાર આ ધૃતરાષ્ટ્રના પત્રમાંથી પાંચ-દસને બાથમાં પકડે છે....પાંચ-દસને પોતાની બગલમાં દબાવી દે છે...દોડા, -દોડ કરાવીને જરા તેઓ ગભરાય એટલે છોડી દે...........! ધૃતરાષ્ટ્રના પુત્રો તે ભીમને જાણે કે ઈ મહાકાળ જ સમજે છે. તેનાથી ખૂબ ગભરાય છે. વિનોદી ભીમને પણ તેમને ગભરાતા જોઈને ખૂબ આનંદ આવે છે. યુધિષ્ઠિરની હાજરીમાં તો ભીમ તોફાન ઓછું કરે, પણ યુધિષ્ઠિર ન હોય ત્યારે પેલે બધાને એવા ગભરાવી મૂકે કે તોબા પોકારી જાય. એકવાર ધૃતરાષ્ટ્રના પુત્રો ઝાડ પર બેઠેલા ભીમ ત્યાં આવી પહોંચ્યા. આવીને એક જ મુક્કો મારીને ઝાડને પાડી નાખ્યું. બાળકોના જીવ ઊંચે ચડી ગયા. પણ ઝાડ જમીન પર પડે તે પહેલાં પકડીને બધાય બાળકોને હેમખેમ ઉતારી છોડી દીધા. બધાને થયું આ ભીમ રાક્ષસ જેવો છે. આજે તે તેમણે આપણને બચાવ્યા. પણ ખરેખર મારી નાખે તો શું ખબર પડે? અને આવા બળિયાને તો સીધે કરવું જ જોઈએ. બધા ઉપડી ગયા દુર્યોધનની પાસે. દુર્યોધનને પિતાની કથની સંભળાવી. મેટાભાઈની રૂએ ધિને બધી વાત સાંભળી.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy