SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ધર્મ એટલે વિશ્વના સનાતન નિયમેન નિરાગ્રહભાવે અભ્યાસ, અને અભ્યાસ કરેલાં સત્ય અને સનાતન તત્ત્વને સહજભાવે સ્વીકાર.... સાચું કહેજો, તમારુ જીવન, સબધાની જાળવણી માટે છે કે સત્યની જાળવણી માટે ? ભલભલા વિચારક સબધને આડે સત્યાની ઉપેક્ષા કરતાં હાય છે....! માનવજીવન પ્રાપ્ત કરીને સાધુ-સંતાના આશીર્વાદ મેળવી શકો તે જીવન ધન્ય છે....પણ....આશીર્વાદ ન મેળવી શકયા હૈ! તેા કેઈનાય નિઃસાસા ન લેવા. એટલું તેા નક્કી જ રાખજો, કવિઓએ એક મધુરી કલ્પના કરી છે....લુહાર લાઢાને પણ સળગાવી દે છે....પીગળાવી દે છે. કવિ કહે છે કે આ લાહુ એટલે જ વળી ગયું છે કે તેણે પેલા પશુઓના નિઃસાસા લીધા છે....પેલી ધમણ પશુઓના ચામડાની બનેલી હેાય છે. અને તે ધમણની ક્રૂ'કથી જ પ્રજ્વલિત થયેલેા અગ્નિ જ લેાઢાને પીગાળે છે. કોઈને આપેલું દુઃખ તે અગ્નિ છે. કોઈના પેદા થયેલા નિઃસાસા એ ધમણના પવન છે. આપણા સુખ અને શાંતિ એ લેğ છે. સંભાળીને રહેજો આ લેાઢા જેવા સુખ અને સ ંપતિ કોઈના નિઃસાસાથી સળગી ન જાય..... સત્તાના મદમાં છકી ગયેલ કંસ માનતા હતા કે દુનિયામાં કસને કોઈ કશું ય કરી શકે તેમ નથી પણ આજ કંસની દશા એવી થઈ કે કંસને નોંધારા મરવું પડયું.....ચાણુર અને મૌષ્ટિક જેવા મહામલ્લે સેવામાં હાવા છતાં ય કસની કેાઈ કરામત ચાલી .નહી....કારણ ? પુણ્ય સલામત ન હતું.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy