SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ નાંખશે એટલે કંસે બીજા પહેલવાન મૌષ્ટિકને ઈશારે કરી શ્રીકૃષ્ણને ઠીક કરવા આદેશ આપ્યા ! બળભદ્રજી હજી સુધી તે આ રમત જોઈ રહ્યા હતા. મલ્લયુદ્ધ જે શરતનું યુદ્ધ હોય તો એક સાથે બે મલ્લને એકલી ન શકાય પણ આ કંસને તે મલ્લ યુદ્ધના નામે શ્રીકૃષ્ણજીનું કાસળ કાઢવું હતું ! પણ બળભદ્રજી તેની ચાલ સમજી ગયા હતા. તેમણે લાલચોળ આંખ કરી મૌષ્ટિકને પડકાર્યો. - .... “અલ્યા એય દુષ્ટ ! એ દુરાચારી! કયાં લડવા દોડે છે? શ્રીકૃષ્ણજી સાથે મેદાનમાં પહોંચતા પહેલા અહીં આવ તારા હાથમાં લડવાની ખૂબજ ચળ ઉપડી હોય તો લાવ ઉતારી દઉં !..એમ બેલતાં જ બળભદ્રજીએ મંચ પરથી દોડીને મૌષ્ટિકની જેડે જાન સટોસટીની મારામારી જમાવી દીધી. આ તરફ શ્રીકૃષ્ણજીનું ધ્યાન કંઈક બળભદ્રજી તરફ ગયું. ચાણુરે આ લાગ જોઈને શ્રીકૃષ્ણના હૃદય પર જોરથી પ્રહાર કર્યો. સભામાં આવેલા યાદવની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. શ્રીકૃષ્ણજી આ પ્રહારથી જમીન પર પટકાઈ ગયા. મૂર્શિત થયેલા શ્રીકૃષ્ણને જોઈને સભામાં હાહાકાર મચી ગયે. કંસ તે તાળીઓ પાડો અને જયજયકાર કરતો જમીન પર ઉછળવા લાગ્યો ! “વાહ ઠીક દશા કરી છે આ ગેવાળિયાની, એમ કહેતાં પણ અન્યાયી કંસે મૂર્શિત થયેલા શ્રીકૃષ્ણ પર પુનઃ પ્રહાર કરવા માટે ચાણુરને ઈશારે કર્યો. યુદ્ધના મેદાનમાં મૂછિત પર પ્રહાર કરવો એ માત્ર અનીતિ જ નહીં, કૂરતા પણ છે. પણ કંસને આજે વિવેક રહે તેવું હતું જ ક્યાં ? તેને તો શ્રીકૃષ્ણને નાશ કરીને
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy