SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ક ધાવમાતા દ્વારા માતા સુભદ્રાને સઘળી જાણ અત્યાર સુધી તે કુંતી પોતાના પતિ પાંડુના વિર૭થી. પીડાતી હતી. હવે આ પુત્રનો વિરહ પણ તેના કાળજાને કેરી ખાતો હતો. મા–બાપ જોઈ રહ્યા હતા કે કુંતીને કઈ વાતમાં આનંદ આવતો ન હતો. સારામાં સારા પ્રસંગે એ હસે તો પણ લાગતું કે બળાત્કારે હસી રહી છે. આખરે તેના શેકે તેની માતા સુભદ્રાને પણ વિવળ બનાવી છે. ભેળી સુભદ્રાએ કડક હાથે ધાવમાતાની ખબર લેવા માંડી. તું જ કુંતીની સાથે ચોવીસ કલાક રહે છે. અને કેમ ન જાણે કે મારી કુંતી કેમ દુઃખી છે? આખરે ધાવમાતાએ પણ બધી જ વાત સુભદ્રાને સંભળાવી. સુભદ્રા વિચાર કરી રહી છે. આ ભયંકર ભૂલ માટે મારે કેને દોષિત કહેવા..... આ ધાવમાતાને દોષિત ગણવી........! કે આ કુંતીને દોષિત ઠરાવવી........! કે પેલા પાંડુને જ ગુનહેગાર કહે.......! કે પછી પોતાની જાતને ! કે પાંડુને પુત્રી નહીં આપવાની પોતાની જ જીદને દેષનું મૂળ સમજવું ! આ બધા વિચાર આવતા હોવા છતાંય સુભદ્રા ચતુર છે. તે વિચારે છે. ગઈ ગુજરી પર શેક કરવાનો કોઈ અર્થ નથી. ધાવમાતાને કહે છે કે જે હકીક્ત આમ જ હોય તે હવે કુંતી માટે મારે જ કશું વિચારવું પડશે. A [પૃ. ૧૦૩ ઉપર જુઓ]
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy