SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ મુનિજીવનની બાળપણી જવાબ : સાપેક્ષભાવની આરાધના એ સૌથી મહત્વની આરાધના કહી શકાય. આરાધના કેઈ પણ હોય ? નાની કે મેટી; ઉગ્ર મધ્યમ કે મંદ તેને બહુ સવાલ નથીપરંતુ જે આરાધના નાઓ જીવનમાં થઈ ન શકતી હોય તેના પ્રત્યે “સાપેક્ષભાવ” એ સૌથી મોટી અને મહત્વની આરાધના છે. કારણવશાત્ ઊભા રહીને આવશ્યક ક્રિયા ન પણ થઈ શકે છતાં ય “આવશ્યક કિયા ઊભા જ કરવી જોઈએ” એ સાપેક્ષભાવ જે જીવંત રહી જાય અને વચ્ચે વચ્ચે જરાક વાર માટે ઊભા પણ થવાય તે આ ઘણી મોટી આરાધના થઈ કહેવાય. એકાશન ન કરી શકનાર ભલે નવકારશી કરે પણ એકાશન પ્રત્યેના સાપેક્ષભાવને સૂચિત કરતે ત્યાગ નવકારશીમાં ખાખરે વાપરવું પડે તે લુખે વાપર; દૂધમાં સાકર ન નંખાવવી; ચા ઠંડી જ વાપરવી...વગેરે જે આવી જાય તે કદાચ એકાશન કરતાં ય આ સાપેક્ષભાવની નવકારશી ચડી જાય. આજે તે કરવું તે બધું કરવું; નહિ તે કશું જ ન કરવું....” એવી જે વિચારણા ઉગ્ર તપસ્વી, કે વિદ્વાનમાં પ્રવર્તે છે તે તે ગ્ય જણાતું નથી.
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy